Women’s health : શું પીરિયડ્સ દરમ્યાન દુખાવો થવો સામાન્ય છે? ડૉક્ટર પાસેથી જાણો
પીરિયડસ દરમિયાન કેટલીક મહિલાઓને ખુબ દુખાવાનો સામનો કરવો પડે છે.આ દુખાવાને મહિલાઓ સામાન્ય સમજે છે પરંતુ શું પીરિયડ્સ ક્રેમ્પ શું નોર્મેલ હોય છે ચાલો વિસ્તારથી જાણીએ.

દરેક મહિલાને પીરિયડ્સ આવવા જરુરી હોય છે. પીરિયડ્સ મહિલાઓને સ્વસ્થ હોવાનો સંકેત છે પરંતુ કેટલીક મહિલાઓને પીરિયડ્સ આવવામાં સમસ્યાઓ આવે છે. આ ખરાબ હેલ્થના લક્ષણો પણ કહી શકાય છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને પેટમાં દુખાવો, જેમ કે પીરિયડ્સ ક્રેમ્પ કહેવામાં આવે છે. પરંતુ કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખુબ દુખાવો થાય છે. જેને તેઓ સામાન્ય સમજી નજર અંદાજ કરે છે. પરંતુ કેટલીક મહિલાઓ આ દુખાવાથી પરેશાન રહે છે. જેના કારણે તેમને વિચારો આવતા હોય છે કે, શરીરમાં દુખાવો કેમ થાય છે.

પીરિયડ્સ દરમિયાન થનારો દુખાવો પીરિયડ્સનો સામાન્ય ભાગ માનવામાં આવે છે. હંમેશા મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે પરંતુ પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થવો એનાથી સ્વાસ્થ નોર્મલ છે તેવું કહી શકાય નહી.પરંતુ સ્વાસ્થ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાનો પણ સંકેત છે.

પીરિયડ્સ દરમિયાન દુખાવો થવાની સમસ્યા પ્રજનન સ્વાસ્થ સમસ્યાઓ જેમ કે, એન્ડોમેટ્રિયોસિસ, ફાઈબ્રોડ કે પછી પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમની સાથે સાથે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) સાથે જોડાયેલું હોય છે.

જ્યારે શરીરમાં હોર્મોનલ અસંતુલન થાય છે. તો હંમેશા દુખાવા દ્વારા સંકેત આપે છે. હોર્મન અંસુતલન, સોજો કે પછી પાચન સંબંધી સમસ્યાઓ પીરિયડ્સમાં ખુબ દુખાવાનું કારણ બની શકે છે.

એન્ડોમેટ્રિયોસિસ અને પીસીઓએસ જેવી સ્થિતિ એસ્ટ્રોજન કે અસંતુલિત હોર્મોનનું સતર વધી જાય છે.આનાથી ખેંચાણ અને પીરિયડ્સના અન્ય લક્ષણો થઈ શકે છે. તેવી જ રીતે, પાચન સ્વાસ્થ્ય સમસ્યાઓ બળતરા પેદા કરી શકે છે, જે પીરિયડ્સને અસર કરી શકે છે.

પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણ સામાન્ય છે, પરંતુ કોઈ પણ મહિલાને પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો સહન ન કરવો જોઈએ. તેથી, જો તમને તીવ્ર દુખાવો થાય, તો તેને અવગણશો નહીં, તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ઉપરાંત, તમારી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફારો કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
