Panchmahal : ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનું કૌભાંડ, 2500 રુપિયામાં કરી આપતા હતા નોંધણી, જુઓ Video
પંચમહાલમાં પણ ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીના નામે લાખોનાં કૌભાંડનો ખુલાસો થયો છે. લગ્ન નોંધણી કરનાર તલાટી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણના રહેવાસી અમૃત પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ગુજરાતમાં દિવસે દિવસે અવનવા કૌભાંડોનો પર્દાફાશ થતો રહે છે. ત્યારે પંચમહાલમાં પણ ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીના નામે લાખોનાં કૌભાંડનો ખુલાસો થયો છે. લગ્ન નોંધણી કરનાર તલાટી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણના રહેવાસી અમૃત પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર કણજીપાણીના તલાટી કમમંત્રી સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્જુન મેઘવાલ, કૌશિક ગિરી ગોસ્વામી અને જયશ્રી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે બોગસ દસ્તાવેજો અને છેડછાડ કરેલા સોગંદનામાના આધારે લગ્ન નોંધણી સમયે લગ્ન કરનાર યુવક યુવતીની ગેરહાજરીમાં લગ્ન નોંધણી કરવી દેવાના આરોપ સર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલ વિરુદ્ધ નકલી દસ્તાવેજો વડે બોગસ લગ્નો નોંધાવીને લાખો રૂપિયા વસૂલીના આરોપો લગાવાયા છે. વાયરલ વીડિયોમાં તલાટીએ જાતે જ કબૂલ્યું હોવાનું જણાવાયું છે કે તેઓ એક લગ્ન નોંધણી પર રૂપિયા 2,500 લેતા હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં એક જ વર્ષમાં 2હજાર જેટલા બોગસ લગ્નો નોંધાવીને 50 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો આરોપ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
