સાંજના સમયે કચરો કેમ ના વાળવો જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે
વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે.

આજે, વાસ્તુ શાસ્ત્રમાં, આપણે ઝાડુ મારવાના સમય વિશે ચર્ચા કરીશું. સફાઈ સારી હોવા છતાં, વાસ્તુ શાસ્ત્રમાં તેના માટે કેટલાક નિયમો પૂર્વનિર્ધારિત છે.(photo credit-freepik)

વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે સાંજના સંધ્યાકાળના સમય દરમિયાન કચરો ના વાળવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે પૈસાનો પ્રવાહ અટકે છે. (photo credit-freepik)

જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં, સાંજે ઘર સાફ કરવું જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે આખો દિવસ બહાર હોવ અને સાંજે ઘરે આવો તો કચરો વાળવો અનિવાર્ય બની જાય છે કે કારણકે આખા દિવસમાં ઘરમાં ધૂળ અને ગંદકી જોવા મળે છે આથી તેને સાફ કરવું પડે છે, પણ ધ્યાન રાખો કે સંજ્યાકારના સમયે કચરો ના વારવો જોઈએ તેના થોડા સમય બાદ તમે કચરો વાળી શકો છો પણ કચરો ઘરની બહાર ના ફેંકવો જોઈએ.(photo credit-freepik)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એક વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો ઘરમાં વાળો છો તો તે કચરો ક્યારેય ઘરની બહાર ના ફેંકવો જોઈએ તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.(photo credit-freepik)

એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર ગંદકી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે . (photo credit-freepik)

રાતે કચરો ના વાળવા અને કચરો ઘરની બહાર ના ફેંકવાનું એક બીજુ પણ કારણ છે જે આપણા ઈતિહાસ સાથે જોડાયેલું છે પહેલાના જમાનામાં લાઈટો ન હતી આથી રાતે કચરો વાળીને બહાર ફેંકવમાં કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તે તે કચરા ભેગું ઘરની બહાર જતી રહે છે આથી રાતે કચરો વાળવાની મનાઈ કરવામાં આવતી હતી. (photo credit-freepik)
કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ? આ જાણી લેજો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
