Gold Silver Rate : મધ્યમ વર્ગને હાશકારો ! સોનું સસ્તું થયું પણ ચાંદીના ભાવમાં તેજી, હવે આગળ શું ?
સોમવારે એટલે કે 08 ડિસેમ્બરના રોજ માંગમાં તીવ્ર ઘટાડાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો હતો.

સોમવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ₹300 ઘટીને ₹1,32,600 પ્રતિ 10 ગ્રામ થયા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાછલા ટ્રેડિંગ દિવસે સોનું ₹1,32,900 પર બંધ થયું હતું.

પીટીઆઈના અહેવાલ મુજબ, લોકલ બજારમાં નબળી માંગ અને રોકાણકારોની વ્યૂહરચનાના કારણે ભાવ પર અસર જોવા મળી છે. બીજીબાજુ ચાંદીનો ભાવ ₹1,500 વધીને ₹1,85,000 પ્રતિ કિલો થયો હતો. પાછલા સત્રમાં તે ₹1,83,500 પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં, ચાંદી શુક્રવારે 3.84% વધીને ₹59.33 પ્રતિ ઔંસના રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પછી ₹58.39 પર ઘટીને સ્થિર થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 0.18% વધીને $4,205.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

મીરે એસેટ શેરખાનના કોમોડિટીઝના હેડ (Head) પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, 10 ડિસેમ્બરે ફેડરલ રિઝર્વની FOMC (Federal Open Market Committee) બેઠક પહેલા સોનામાં વોલેટિલિટી વધી છે.

પીએલ વેલ્થ મેનેજમેન્ટના સીઈઓ ઈન્દરબીર સિંહ જોલીના મતે, ડિજિટલ ગોલ્ડ ટ્રાન્ઝેક્શનમાં 12% થી વધુનો વધારો થયો છે. ETF ઇનફ્લો પણ મજબૂત રહ્યો છે, જે ભાવને ટેકો આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક બજારમાં રોકાણકારો પોર્ટફોલિયોને સેફ-હેવન એસેટ તરફ રિ-બેલેન્સ કરી રહ્યા છે.

નિષ્ણાતો માને છે કે, જિયો પોલિટિકલ રિસ્ક, ડોલરની નબળાઈ અને વર્ષ 2026ની શરૂઆતમાં શક્ય રેટ કટ્સ ગોલ્ડને મજબૂત સપોર્ટ આપી શકે છે. જોલીના મતે, "ભવિષ્યમાં ગોલ્ડ સપોર્ટેડ રહેશે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તેમાં અપસાઇડની સંપૂર્ણ શક્યતા છે."
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
