પહેલા માવઠાનો માર, હવે અપૂરતા ખાતરે કારણે જગતનો તાત પરેશાન, કેવી રીતે લેવો રવિ પાક?- Video
ખાતરની અછતથી ખેડૂતો છે ખુબ જ પરેશાન ગીરસોમનાથમાં વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગી જાય છે. છતા જોઇએ તેટલું ખાતર નથી મળી રહ્યું. ના કારણે ખેડૂતની ચિંતા વધી ગઇ છે. હાલ ઘઉં સહિતના પાક માટે ખાતર ખુબ જ જરૂરી છે. ત્યારે ખાતર ના મળતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઇ છે.
ખાતરની અછતથી ખેડૂતો છે ખુબ જ પરેશાન ગીરસોમનાથમાં વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગી જાય છે. છતા જોઇએ તેટલું ખાતર નથી મળી રહ્યું. ના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હાલ ઘઉં સહિતના પાક માટે ખાતર ખુબ જ જરૂરી છે. ત્યારે ખાતર ના મળતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઇ છે.
ગીર સોમનાથમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહી જાય છે છતા પુરતુ ખાતર મળી નથી રહ્યુ. દરરોજ સવાર થતાની સાથે જ ખેડૂતો ખાતર મેળવવા લાંબી લાઇનમાં લાગી જાય છે.
જો કે છતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું. યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ગીર ગઢડાના ખાતર ડેપો પર સવારે 5 વાગ્યાથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે ખાતર મેળવવા માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે. ઘઉં અને અન્ય રવિપાકમાં જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઇ છે. ખેડૂતોનું કહેવું છે કે વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા મળી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
એવું નથી કે માત્ર સૌરાષ્ટ્રમાં જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું છે. પરંતુ રાજ્યના અનેક શહેરોમાં હાલ ખેડૂતો ખાતર માટે વલખા જ મારી રહ્યા છે. જુઓ આ 3 અલગ અલગ તસવીરો છોટાઉદેપુરમાં પણ ખેડૂતો ખાતર માટે પરેશાન થઇ રહ્યા છે. બનાસકાંઠામાં પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે ગીરસોમનાથની વ્યથા પણ આપે જાણી છે. આ સમગ્ર રાજ્યમાં હાલ ખાતરની સમસ્યાથી કિસાન મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
જો કે અહીં પણ લાગી રહી છે ખેડૂતોની લાઇન અહીં ખાતર નહીં પરંતુ મગફળી વેચવા માટે ખેડૂતો વેઠી રહ્યા છે પરેશાની.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોઓની લાઇન જોવા મળી રહી છે. મગફળી ખરીદી સેન્ટર બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોની લાઇન લાગી જાય છે. કુલ 10,700 ખેડૂતો એ મગફળી વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી 2,500 ખેડૂતોની ટેકાના ભાવએ મગફળી ખરીદી થઇ છે.