IPL 2026 Auction : વૈભવ સૂર્યવંશી બાદ આ નાના ખેલાડીની ઓક્શનમાં એન્ટ્રી, જાણો કેટલી છે ઉંમર
Youngest Player, IPL 2026 Auction : આઈપીએલની ગત્ત સીઝનમાં વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. તેમને 1.10 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો.હવે આઈપીએલ 2026ના ઓક્શનમાં જે સૌથી નાનો ખેલાડી છે, તેની ઉંમર શું તમે જાણો છો.

14 વર્ષના વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઓક્શનમાં ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી છે. તે ગત્ત સીઝનના ઓક્શનમાં રાજસ્થાનની ટીમમાં હતો. હવે, તેના પછી, IPL 2026ના ઓક્શનમાં વધુ એક ખેલાડી છે. જેની ઉંમર ખુબ જ નાની છે. તે આઈપીએલ 2026ની ઓક્શનમાં એન્ટ્રી લેનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ છે. અમે જે ખેલાડીની વાત કરી રહ્યા છીએ. તેનું નામ વહીદુલ્લાહ ઝદરાન છે. અફઘાનિસ્તાનનો આ ક્રિકેટર 16 ડિસેમ્બર 2025ના રોજ યોજાનાર આઈપીએલ ઓક્શનમાં સૌથી નાનો ખેલાડી હશે.
IPL 2026 ઓક્શનમાં સૌથી નાનો ખેલાડી
હવે સવાલ એ છે કે વહીદુલ્લાહ ઝદરાનની ઉંમર કેટલી છે. જેને લઈ ઓક્શનમાં એન્ટ્રી કરનારા 350 ખેલાડીઓ વચ્ચે સૌથી નાનો છે. અફઘાનિસ્તાનથી આવનાર વાહિદુલ્લાહ ઝદરાન 18 વર્ષથી થોડો મોટો છે.આઈપીએલ 2026ના ઓક્શનના દિવસે તે 18 વર્ષ અને 31 દિવસનો થશે. આ ઉંમરની સાથે તે ઓક્શનમાં ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે સૌથી યુવા હશે.
19 ટી20 મેચમાં 28 વિકેટ લીધી
વહીદુલ્લાહ ઝદરાન જમણા હાથનો સ્પિનર છે અને IPL ઓક્શનમાં પ્રવેશતા પહેલા, તેને 19 T20 રમવાનો અનુભવ હતો, જેમાં તેણે 28 વિકેટ લીધી છે. તેનું બેસ્ટ પરફોર્મન્સ 22 રનમાં 4 વિકેટ છે. વહીદુલ્લાહ ઝદરાનની પાસે આઈપીએલ 2026ના ઓક્શનમાં એન્ટ્રી લેતા પહેલા ILT20માં રમવાનો અનુભવ છે. વાહિદુલ્લાહ ઝદરાને આઈપીએલ ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈઝ 30 લાખ રુપિયા રાખી છે.
Base Price of Afghani Mystery Spinner Wahidullah Zadran is Just 30 Lacs
He’s So Similar To Mujeeb ur Rahman pic.twitter.com/glPVz2fxoZ
— Junaid Khan (@JunaidKhanation) December 9, 2025
વાહિદુલ્લાહ ઝદરાન હાલમાં પૂર્ણ થયેલી ભારતની 2 અંડર 19 ટીમ સાથે રમાયેલી Triangular ODI Seriesમાં અફઘાનિસ્તાનની અંડર 19 ટીમમાં સામેલ હતો. ભારતના આંગણે રમાયેલી આ અંડર સીરિઝની 3 મેચમાં 3 વિકેટ લીધી હતી. આ સિવાય તેમણે બેટિંગ કરી 2 ઈનિગ્સમાં 12 રન બનાવ્યા હતા.
