Google Searches 2025 : કંગાળ પાકિસ્તાન દિવસ-રાત આ ભારતીય ખેલાડીનું નામ સર્ચ કરી રહ્યું છે
પાકિસ્તાનમાં સૌથી વધારે ગુગુલ સર્ચ કરાયેલા ખેલાડીઓમાં એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે. જેના પરથી કહી શકાય છે કંગાળ પાકિસ્તાનને તેમની નબળી પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ પસંદ નથી.

વાત રાજકારણની કે બોલિવુડ કે પછી ક્રિકેટની હોય પાકિસ્તાનના લોકોને ભારતીય લોકો વિશે જાણવું ખુબ પસંદ છે. ભલે તેઓ ખુલ્લેઆમ ભારતીય ક્રિકેટ ચાહકોને પ્રેમ કરતા રોકાય છે પરંતુ જે સામે આવ્યું છે. તેનાથી કહી શકાય કે, કંગાળ પાકિસ્તાન ચોરીછુપીથી ભારતીય ખેલાડીને પ્રેમ કરી રહ્યા છે.

એશિયા કપ 2025માં પાકિસ્તાનના બોલરને પરસેવો પાડનાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્માનું નામ આજે પણ પાકિસ્તાનમાં ગુંજી રહ્યું છે. દિવસ-રાત આ અભિષેક શર્માનું નામ ગુગલ પર સર્ચ કરી રહ્યા છે.

અભિષેક શર્મા 2025માં પાકિસ્તાનમાં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલો ક્રિકેટર બન્યો છે. અભિષેક શર્માની ઓનલાઈન લોકપ્રિયતાની સરખામણીમાં પાકિસ્તાનના સૌથી ફેમસ ક્રિકેટ સ્ટાર્સ પણ ફિક્કા પડી ગયા છે.

પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાની ક્રિકેટના "કિંગ" તરીકે જાણીતા બાબર આઝમ, ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફ ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ 10 ખેલાડીઓમાં પણ નથી.

ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે પાકિસ્તાન સાથે રમાયેલી 4 મેચમાં પાકિસ્તાને ઘુંટણિયે પાડ્યું હતુ. જેમાં એક વનડે મેચ ચેમ્પિયન ટ્રોફીમાાં પણ રમાઈ હતી. જ્યારે 3 ટી20 મેચ એશિયા કપ 2025માં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના આ પ્રભુત્વ વચ્ચે અભિષેક શર્માને પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ તરફથી સૌથી વધુ અટેન્શન મળ્યું છે.

રિપોર્ટ મુજબ 25 વર્ષીય બેટ્સમેને એશિયા કપમાં સૌથી વધારે 314 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 200નો હતો. પાકિસ્તાન સામે રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં અભિષેકે માત્ર 13 બોલમાં 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ 39 મેચમાં 74 રનની વિસ્ફોટ્ક ઈનિગ્સ રમી હતી.
આજે આપણે એક એવા ક્રિકેટરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે અહી ક્લિક કરો
