સ્મૃતિ મંધાના સાથે તૂટી ગયો સંબંધ, આ 10 ભારતીય ક્રિકેટરોએ પલાશ મુછલ સાથે કર્યું આવું
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્નનો અંત આવ્યો છે. અહેવાલો સૂચવે છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 10 ખેલાડીઓએ પલાશ મુછલને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો છે.

સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્નનો અંત આવ્યો છે. અને હવે તે સત્તાવાર થઈ ગયું છે. સ્મૃતિ અને પલાશે પોતે તેમના લગ્ન તૂટી જવાના સમાચાર શેર કર્યા છે.

સ્મૃતિ અને પલાશે તેમના લગ્ન રદ કરવાની જાહેરાત તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના લગ્નને લગતી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, જેના કારણે બોલવું જરૂરી બન્યું હતું. સ્મૃતિ અને પલાશે તેમના લગ્ન રદ કરવાની જાહેરાત તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના લગ્નને લગતી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, જેના કારણે બોલવું જરૂરી બન્યું હતું.

સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન રદ થવાના સત્તાવાર સમાચાર હમણાં જ સામે આવ્યા છે, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પલાશને અનફોલો કરવાનું શરૂ કર્યું ત્યારથીજ બ્રેકઅપની અટકળો તેજ થઈ ગઈ હતી.

એક અહેવાલ મુજબ, 10 ભારતીય મહિલા ક્રિકેટરોએ પલાશ મુચ્છલને અનફોલો કરી દીધા છે. આ 10 ભારતીય મહિલા ક્રિકેટરો સ્મૃતિ મંધાનાની ખાસ ફ્રેન્ડસ હોવાનું કહેવાય છે.

રિપોર્ટ અનુસાર, પલાશ મુછલને અનફોલો કરનાર 10 ભારતીય મહિલા ક્રિકેટરોમાં સ્મૃતિ મંધાના પોતે, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, શિવાલી શિંદે, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે. (PC: Instagram)
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ બાદ ફરી એકવાર મેદાનમાં એક્શન માટે તૈયાર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
