Ahmedabad : અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી, જુઓ Video
નારોલ વિસ્તારમાં આવેલી શિવાલિક એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે મિત્રએ કરેલા એક રાઉન્ડ ફાયરિંગમાં અન્ય મિત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ સમગ્ર ઘટનાની જાણ નારોલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં વધુ એક ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી છે. નારોલ વિસ્તારમાં આવેલી શિવાલિક એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે મિત્રએ કરેલા એક રાઉન્ડ ફાયરિંગમાં અન્ય મિત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ સમગ્ર ઘટનાની જાણ નારોલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
આ સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર અન્ય યુવકો સિદ્ધાર્થ ભૂમિહાર અને રોહિત પ્રજાપતિની શોધખોળ શરૂ કરી છે. આરોપી સિદ્ધાર્થ ખાનગી બેંકમાં રિલેશન ઇન્ચાર્જ છે. જ્યારે કે રોહિત રિક્ષા ચલાવે છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ ભૂમિહાર નામનાં શખ્સનો પરિવાર ઘેર ન હતો. સિદ્ધાર્થે પોતાનાં મિત્રો ધર્મેશ મિશ્રા અને રોહિત પ્રજાપતિને ઘેર બોલાવ્યા હતા. તે દરમિયાન રાત્રે કોઇ કારણસર ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત ધર્મેશને સારવાર આપવા ફ્લેટમાંથી નીચે લવાતા આ ઘટના સામે આવી હતી. સોસાયટીના ચોકીદાર પુછપરછ કરતા આ મામલો સામે આવ્યો હતો. ચોકીદારે સોસાયટીનાં ચેરમેનને સવારે આ બનાઉ અંગે જાણ કરી હતી.
