આજનું હવામાન : ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના રિપોર્ટસ અનુસાર નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. લા નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે. આ ઉપરાંત કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે. વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

