Breaking News : સુરતમાં રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે, જુઓ Video
સુરતમાં ફરી એક વખત આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ટેક્ષટાઈલ માર્કેટમાં ફરી એક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વખત આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ટેક્ષટાઈલ માર્કેટમાં ફરી એક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. કાપડના માર્કેટમાં આગ લાગતા આગ વધારે વકરી હતી. આજે વહેલી સવારે જ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે આગ અચાનક ભુભકી ઉઠતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે આગ લાગતા 15થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 10, 2025 10:20 AM
Latest Videos
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
