ડુંગળી અને લસણ ખાવા – ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડાને હાઈકોર્ટે આપી મંજૂરી
સતત ઝઘડાઓ અને અસહમતિના કારણે વર્ષ 2013માં પત્ની પોતાનો પુત્રને પણ સાથે લીધા વિના ઘર છોડીને જતી રહી હતી. આ ઘટના પછી, પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી, જેમાં તેણે પત્નીના આ વર્તનને ક્રૂરતા ગણાવ્યું. ફેમિલી કોર્ટે કેસની સુનાવણી દરમિયાન પુરાવાઓ અને દલીલોના આધારે પતિની છુટાછેડાની અરજીને યોગ્ય ઠેરવી. કોર્ટે તારણ કાઢ્યું કે પત્નીનું વર્તન, જેમાં ડુંગળી અને લસણ ના ખાવાના આહાર પરની જીદ અને ઘર છોડી જવું સામેલ હતું, તે ખરેખર ક્રૂરતાની વ્યાખ્યામાં આવે છે અને તેથી છૂટાછેડા મંજૂર કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે, ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખતા, અમદાવાદની એક દંપતિના છુટાછેડાને મંજૂરી આપી છે. આ દંપતિના છુટાછેટા ડુંગળી લસણ ખાવાના મુદ્દે થયા છે. આ છુટાછેડાના કેસની વિગત એવી છે કે, અમદાવાદમાં 2002માં આ દંપતિના લગ્ન થયા હતા. લગ્ન બાદ 11 વર્ષ સુધી પતિ પત્નિ સાથે રહ્યાં હતા. પરંતુ પત્નિએ, ડુંગળી અને લસણ પરિવાર ના ખાય તેવો આગ્રહ રાખતી હતી. જેના કારણે 2013માં બન્ને અલગ થયા હતા અને છુટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ડુંગળી-લસણના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે અમદાવાદના એક દંપતીને ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે. પત્ની એક ખાસ સંપ્રદાયમાંથી આવતી હોવાથી ડુંગળી અને લસણ ખાતી ન હતી અને પરિવારના અન્ય સભ્યો પણ ડુંગળી અને લસણ ના ખાય તેવો આગ્રહ રાખતી હતી. આ બાબતે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જેના પરિણામે એક જ ઘરમાં અલગ-અલગ રસોઈ બનાવવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
વર્ષ 2002માં દંપતીના લગ્ન થયા હતા, અને તેમને એક સંતાન પણ છે. જોકે, આહાર સંબંધી તણાવ એટલો વધી ગયો કે વર્ષ 2013માં પત્ની પુત્રને લીધા વિના ઘર છોડીને જતી રહી. ત્યારબાદ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટે આ કિસ્સાને ક્રૂરતા ગણી છૂટાછેડા મંજૂર કર્યા હતા. પત્નીએ ફેમિલી કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના અવલોકનો અને તારણોને યોગ્ય ઠેરવીને પત્નીની અપીલ ફગાવી દીધી અને છૂટાછેડા મંજૂર રાખ્યા. આ કાનૂની પ્રક્રિયા લગભગ 12 વર્ષ સુધી ચાલી હતી.
