ફોનમાં દિવસ-રાત Location ઓન રાખવું રાખવું જોઈએ કે નહીં? જાણો અહીં
સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

મોટાભાગના લોકોના ફોનમા લોકેશન હંમેશા ઓન હોય છે. ઘણી વખત તો એવી ઘણી બધી એપ્સ છે જે લોકેશન અલાઉ કરવાની પરવાનગી માંગે છે અને તમારે તે કરવું પણ પડે છે. પણ હાલ ભારતમાં આ દિવસોમાં ડિજિટલ પ્રાઈવસી પર ચર્ચા વધી રહી છે. સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

બેટરી ઝડપથી ખતમ કરે: જ્યારે તમારા સ્માર્ટફોનનું લોકેશન ચાલુ હોય છે, ત્યારે GPS સક્રિય રહે છે. Wi-Fi અને મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ હોવા છતાં તમારું લોકેશન ટ્રેક કરવામાં આવે છે, જે બેટરી ઝડપથી ખતમ કરી શકે છે.

લોકેશન ટ્રેકિંગનું જોખમ: લોકેશનને દિવસ રાત ઓન રાખવું તે લોકોની ગોપનીયતાને અસર કરશે અને સતત લોકેશન ટ્રેકિંગનું જોખમ ઊભું કરે છે.

એપ્લિકેશન્સ સક્રિય રહે: લોકેશન ચાલુ હોવાથી, ઘણી એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જે બેટરી ઝડપથી વાપરે છે, ભલે તમે અન્ય બધી એપ્લિકેશનો બંધ કરી દીધી હોય. વધુમાં, કેટલીક એપ્લિકેશન્સ રીઅલ-ટાઇમમાં તમારા લોકેશનને અપડેટ કરે છે, જે તમારી બેટરી પણ ખતમ કરે છે.

સ્ટોકિંગનો ખતરો: તમારું લોકેશન ઓન રાખવું તમારી વ્યક્તિગત સુરક્ષા માટે ખતરો બની શકે છે. સ્ટોકર્સ તમે જાણતા હોવ અથવા અજાણ્યા વ્યક્તિ હોઈ શકે છે અને તે તમારા લોકેશન દ્વારા તમારી પર નજર રાખી શકે છે

ડેટા ચોરીનો ખતરો: લોકેશન સેટ કરવા માટે હંમેશા ડેટા અને wi-fiની જરુર પડે છે. આમ તમારા ડેટા ઓન હોવાની સાથે તમારી લોકેશન પણ દરેક સમયે અપડેટ થતી રહે છે આથી અહીં તમારા ડેટા ચોરીનો ખતરો વધી શકે છે . આથી આખો દિવસ લોકેશન ઓન ના રાખવું જોઈએ.
સૂતા પહેલા TVને અનપ્લગ કરવું કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા હકીકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
