Mammootty Family Tree: સાઉથના અંબાણી તરીકે જાણીતો છે અભિનેતા મામૂટી ફિલ્મોમાં તેના નામે છે અનેક રેકોર્ડ, દિકરો બોલિવુડમાં કરી ચૂક્યો છે એન્ટ્રી
મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામૂટી (Mammootty)આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 7 સપ્ટેમ્બર, 1951ના રોજ થયો હતો. તે 50 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં તેણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જે સુપરહિટ રહી છે.


તેની સ્ટાઈલ જોઈને ફેન્સ પાગલ થઈ જાય છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ કોઈથી ઓછી નથી. અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર મામૂટીની, જેનો આજે જન્મદિવસ છે.

મલયાલમ ફિલ્મ સુપરસ્ટાર મામૂટીની માતા ફાતિમા ઈસ્માઈલનું આ વર્ષ નિધન થયું છે.મામૂટી ઉપરાંત, તેમના પરિવારમાં પાંચ બાળકો છે, જેમાં બે પુત્રો ઇબ્રાહિમ કુટ્ટી અને ઝકરિયા અને ત્રણ પુત્રીઓ અમીના, સૌદા અને શફીનાનો સમાવેશ થાય છે.

અભિનેતા મામૂટીના નામે સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ છે. કહેવાય છે કે 80ના દાયકામાં અભિનેતાએ એક વર્ષમાં લગભગ 35 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના નામે બીજો રેકોર્ડ એ છે કે તેણે સૌથી વધુ ફિલ્મોમાં ડબલ રોલ કર્યા છે. આ બધા પોતાનામાં રેકોર્ડ છે. આટલું જ નહીં આ એક્ટરે રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. મામૂટી તેના પાત્રો વડે ચાહકો નું દિલ જીતી લે છે, પછી તે એક્શન હોય, રોમાંસ હોય કે પછી કોઈ ઈમોશનલ સીન હોય. તેમની ફિલ્મોમાં તેમનો દરેક સીન દર્શકોના દિલને સ્પર્શી જાય છે.

અભિનેતા સાઉથમાં એટલો લોકપ્રિય છે કે લોકો તેની ફિલ્મોની ટિકિટ લેવા માટે આખી રાત લાઈનોમાં ઉભા રહે છે.અભિનેતાએ એર્નાકુલમ લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ એક સફળ વકીલ રહી ચૂક્યા છે. તેણે પોતાના જુસ્સા માટે કાયદો છોડી દીધો હતો. જો કે તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે 1979માં સલ્ફત સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.

મલયાલમ સુપરસ્ટાર મામૂટીના પુત્ર દુલકર સલમાને ફિલ્મોની દુનિયામાં પોતાના પિતાથી અલગ ઓળખ બનાવી છે. સ્ટાર કિડ હોવા છતાં તેણે ફિલ્મી દુનિયામાં અન્ય સ્ટારની જેમ ઘણો સંઘર્ષ કર્યો છે. દુલકર સલમાન સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. દુલકર મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. તે ઈરફાન ખાન અને મિથિલા પાલકર સાથે ફિલ્મ 'કારવાં'માં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સોનમ કપૂર સાથે 'ધ ઝોયા ફેક્ટર'માં પણ કામ કર્યું છે. તેની સીતા રમમ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.

અભિનેતાની પત્ની અમલ સુફિયા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. વર્ષ 2017માં બંને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. દુલકર સલમાન અને અમલ સુફિયા ઇન્ડસ્ટ્રીના લવલી કપલ્સમાંથી એક છે અને ચાહકો પણ તેમને સાથે પ્રેમ કરે છે.

દુલકર સલમાને અનેક ભાષાઓની ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે. તે મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં સક્રિય છે.દુલકર સલમાને વર્ષ 2011માં અમલ સુફિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેના એરેન્જ્ડ મેરેજ છે, દુલકર સલમાને અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરતા પહેલા જ અમલ સુફિયા સાથે લગ્ન કરી લીધા હતા.
Latest News Updates
Related Photo Gallery






































































