મિસ વર્લ્ડ રહી ચૂકેલી અભિનેત્રીનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું, છતાં કરે છે કરોડો રુપિયાની કમાણી
માનુષી છિલ્લરનો જન્મ 14 મે 1997ના રોજ થયો હતો. માનુષીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. તો આજે આપણે માનુષી છિલ્લરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લર 28 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે.આજે માનુષી છિલ્લરને કોઈ ઓળખની જરુર નથી.

માનુષી છિલ્લરએ વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. માનુષીએ અત્યાર સુધીની કારકિર્દીમાં 5 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.માનુષી છિલ્લર તેના કરિયરમાં એક પણ હિટ ફિલ્મ આપી શકી નથી.તો આજે આપણે માનુષી છિલ્લરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

માનુષી છિલ્લરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

માનુષી છિલ્લર એક બોલિવુડ અભિનેત્રી, મોડેલ અને મિસ વર્લ્ડ 2017 સ્પર્ધાની વિજેતા છે. તેમણે ફેમિના મિસ ઇન્ડિયા 2017 સ્પર્ધામાં હરિયાણા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017નો ખિતાબ જીત્યો હતો અને પછી 17 વર્ષ પછી મિસ વર્લ્ડનો તાજ પહેરનારી છઠ્ઠી ભારતીય બની હતી.

માનુષી છિલ્લરએ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી, અને ત્યારથી તે ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી અને સાયન્સ ફિક્શન એક્શન બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળી હતી.

માનુષી છિલ્લરનો જન્મ 14 મે 1997ના રોજ રોહતકમાં થયો હતો. તેમના પિતા મિત્રા બાસુ છિલ્લર એક ડોક્ટર છે જેમણે (DRDO)માં સેવા આપી હતી.માનુષી છિલ્લરની માતા નીલમ છિલ્લર, નવી દિલ્હી સ્થિત ન્યુરોકેમિસ્ટ્રીના વિભાગીય વડા અને ડૉક્ટર પણ છે.

માનુષી છિલ્લરનો જન્મ 14 મે 1997ના રોજ રોહતકમાં થયો હતો. તેમના પિતા મિત્રા બાસુ છિલ્લર એક ડોક્ટર છે જેમણે (DRDO)માં સેવા આપી હતી.માનુષી છિલ્લરની માતા નીલમ છિલ્લર, નવી દિલ્હી સ્થિત ન્યુરોકેમિસ્ટ્રીના વિભાગીય વડા અને ડૉક્ટર પણ છે.

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફિલ્મી દુનિયામાં આવતા પહેલા ડોક્ટર હતી. મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરીને ડોક્ટરેટની ડિગ્રી પૂર્ણ કરનારી આ અભિનેત્રીઓ આજે રૂપેરી પડદે ધૂમ મચાવી રહી છે.તેમાંથી એક માનુષી છિલ્લર છે.

અભિનેત્રીએ પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ (હવે, NEET) પાસ કરી હતી. સોનીપતની ભગત ફૂલ સિંહ મેડિકલ કોલેજમાં મેડિકલ ડિગ્રી (MBBS) પૂર્ણ કરી હતી. માનુષી છિલ્લર તેની હરિયાણવી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી સમજે છે. તે એક પ્રશિક્ષિત કુચીપુડી નૃત્યાંગના છે, અને તેણે રાજા અને રાધા રેડ્ડી પાસેથી તાલીમ મેળવી હતી.

માનુષીના પરિવારમાં તેના માતાપિતા ઉપરાંત, તેનો એક નાનો ભાઈ પણ છે. જેનું નામ દલમિત્ર છિલ્લર છે. તેની એક બહેન પણ છે જેનું નામ દેવાંગના છિલ્લર છે, જે એલએલબી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બનનારી છઠ્ઠી ભારતીય હતી. તેમના પહેલા પ્રિયંકા ચોપરાને છેલ્લે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. માનુષી 67મી મિસ વર્લ્ડ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માનુષી છિલ્લરની કુલ સંપત્તિ લગભગ 25 કરોડ જેટલી છે. તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
