ફરહાન અખ્તર
ભારતીય સિનેમામાં ફરહાન અખ્તરનું એક મોટું નામ છે. તે વ્યવસાયે એક્ટર, ફિલ્મ નિર્માતા, લેખક, સંવાદ લેખક, ગાયક અને ગીતકાર છે, જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. સંવાદ લેખક જાવેદ અખ્તર અને હની ઈરાનીના ઘરે 09 જાન્યુઆરી 1974ના રોજ તેમનો જન્મ થયો હતો.
અખ્તરની ઑફિશિયલ સ્ક્રીન ડેબ્યૂ મ્યુઝિકલ ડ્રામા રોક ઑન હતી. HIV-AIDS અંગે જાગૃતિ ફેલાવવા માટે પોઝિટિવ (2007) નામની ટૂંકી ફિલ્મનું નિર્દેશન કર્યું છે. બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ (2004) ના સાઉન્ડટ્રેક દ્વારા હોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જેના માટે તેણે અને બહેન ઝોયા અખ્તરે ગીતકાર તરીકે કામ કર્યું છે.
તેણે બાયોપિક ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી હતી. તેના માટે ફરહાન અખ્તરને બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેને દિલ ધડકને દો, તેમજ વઝીરમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ત્યાપ પછી તેણે ઘણા નાટકોમાં પણ કામ કર્યું છે.
તે ઉર્દૂ કવિઓના લાંબા વંશાવલી માંથી આવે છે. કોરિયોગ્રાફર ફરાહ ખાન અને સાજિદ ખાનના પિતરાઈ ભાઈ છે. ફરહાન અખ્તરે અધુના ભબાની સાથે 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ 2000માં તેની સાથે લગ્ન કર્યા હતા. તેઓ બંને સૌપ્રથમ દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ દિલ ચાહતા હૈના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. જેમાં ભબાનીએ બોલિવૂડ હેર સ્ટાઈલિશ તરીકે શરૂઆત કરી હતી. આ કપલને શાક્ય અને અકીરા નામની બે પુત્રીઓ પણ છે.
24 એપ્રિલ 2017ના રોજ તેમને ડિવોર્સ લીધા હતા. તેમના બાળકોની કસ્ટડી ભબાની પાસે ગઈ છે. ફરહાન અખ્તરે 2018માં વીજે શિબાની દાંડેકરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 19 ફેબ્રુઆરી 2022ના રોજ તેઓએ તેમના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા છે.