Rajal Barot Wedding : ગુજરાતી સિંગર રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાઇ, જુઓ ફોટો
ગુજરાતી સિંગર રાજલ બારોટ અલ્પેશ બાંભાણિયા સાથે લગ્નના બંધનમાં બંધાય છે. તમને જણાવી દઈએ કે, રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. તો જુઓ રાજલ બારોટના લગ્નના ફોટો

ગુજરાતની ડાયરા ક્વીન તરીકે ફેમસ તેમજ તેના ગીતો પર ખેલૈયાઓ ધમાલ મચાવે છે. તેવા સિંગર રાજલ બારોટ લગ્નના બંધનમાં બંધાય છે. તમને જણાવી દઈએ કે, રાજલ બારોટ સ્વર્ગસ્થ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. જે લગ્નના બંધનમાં બંધાય છે.

રાજલ બારોટના લગ્નમાં અનેક ગુજરાતી લોકગાયિકો આવ્યા હતા.કિંજલ બારોટથી લઈ ગીતા રબારી પણ રાજલ બારોટના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજલ બારોટ લગ્નમાં ખુબ ઈમોશનલ પણ જોવા મળી હતી.

રાજલ બારોટના લગ્ન અલ્પેશ બંભાણિયા સાથે થયા છે. અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણીનો દીકરો છે. તેમજ ઉનામાં યુવા નેતા તરીકે ફેમસ છે.

તમને જણાવી દઈએ કે,રાજલ બારોટ જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે રાજલના ગીતો પર ખેલૈયાઓ મનમુકીને રમે છે. મણિરાજને 4 દીકરીઓ છે. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે.

રાજલ બારોટ પ્રોફેશનલ સિંગર છે અને જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે. નાની ઉંમરમાં તે એકલા હાથે જે રીતે ૩ બહેનોની જવાબદારી પણ નિભાવી છે.
રાજલ બારોટના પિતાનું નામ મણિરાજ બારોટ અને માતાનું નામ જશોદાબેન છે. રાજલ બારોટના પરિવાર વિશે જાણવા માટે અહી ક્લકિ કરો

































































