અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન, પરિવારે ચૂપચાપ કેમ કર્યા અંતિમ સંસ્કાર, જાણો કારણ
દિગ્ગજ અભિનેતા અસરાનીએ શોલે, મેરે અપને, બાવર્ચી, અભિમાન અને ચુપકે-ચુપકે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હંમેશા તેના કોમેડી પાત્ર માટે યાદ કરવામાં આવ્યા છે.

હિન્દી સિનેમાના ફેમસ અભિનેતા અને નિર્દેશક ગોર્વધન અસરાનીનું સોમવાર 20 ઓક્ટોબર દિવાળીના દિવસે મુંબઈમાં નિધન થયું છે. તેની ઉંમર 84 વર્ષની હતી. અસરાનીના અંતિમ સંસ્કાર 20 ઓક્ટોબરના સાંજે સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રી નગર શ્મશાનભૂમિમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

તેના મેનેજર બાબુભાઈ થીબાએ જાણકારી આપી હતી કે, અસરાનીનું સ્વાસ્થ છેલ્લા કેટલાક દિવસથી સારું ન હતુ.તેમણે 20 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

જાણકારી અનુસાર અસરાની ન હોતા ઈચ્છતા કે, તેના નિધન બાદ કોઈ પણ પ્રકારની હોબાળો કે હંગામો થાય. તેમણે તેમની પત્ની મંજુ અસરાનીને પહેલાથી જ કહ્યું હતું કે તેઓ તેમના મૃત્યુના સમાચાર શેર ન કરે. તેથી, પરિવારે કોઈપણ ઔપચારિક જાહેરાત કર્યા વિના શાંતિથી તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ગોવર્ધન અસરાનીએ પોતાના લાંબા કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે પોતાની કોમેડી અને તેના અનોખા અંદાજથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. શોલેમાં જેલરના પાત્રથી લઈ ચુપકે ચુપકે, આ અબ લૌટ ચલે તેમજ હેરા ફેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. અસરાનીએ દરેક પેઢીને પોતાની કલાથી પ્રભાવિત કર્યા હતા.

હિન્દી સિનેમાએ એક એવા અભિનેતાને ગુમાવ્યો છે. જેની કોમેડી અને એક્ટિંગ બંન્નેએ ચાહકોનું દિલ જીત્યું હતુ. અસરાનીનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જયપુરમાંથી કર્યો હતો.

અસરાનીએ 5 દશકથી વધારે લાંબા કરિયરમાં અંદાજે 350થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.1975માં આવેલી ફિલ્મ શોલેમાં જેલ વોર્ડનની તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે.
ગુજરાતી, હિન્દી, પંજાબી તેમજ હોલિવુડમાં કામ કરનાર કોમેડીનો કિંગનું થયું નિધન, જુઓ પરિવારમાં કોણ કોણ છે,અહી ક્લિક કરો
