AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ-દીકરાએ કર્યા છે 2 વખત લગ્ન, એક દીકરો કુંવારો, નાના દીકરાના થયા છુટાછેડા, આવો છે બોલિવુડનો ખાન પરિવાર

કપૂર પરિવારની જેમ, ખાન પરિવારનું પણ બોલિવૂડમાં એક મોટું નામ છે. ખાન પરિવારની વાત કરીએ તો સલીમ ખાનના 3 દીકરા બોલિવુડમાં હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. તો આજે આપણે સલીમ ખાનના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 19, 2025 | 7:18 AM
Share
સલીમ ખાનનો પરિવાર પાર્ટી કે કોઈ ઈવેન્ટ હોય સાથે જોવા મળે છે.

1 / 16
સલીમ ખાને બોલિવૂડની અનેક હિટ ફિલ્મોની સ્ટોરી લખી છે. તેમની પ્રતિભા ઉપરાંત, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.તેમણે બે વાર લગ્ન કર્યા છે, જેમાં પીઢ અભિનેત્રી હેલન તેમની બીજી પત્ની હતી.ચાલો જાણીએ  સલીમ ખાનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 16
સલીમ ખાનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 16
સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર 1935ના રોજ ઇન્દોરમાં થયો હતો.સલીમ ખાન તેમના માતાપિતાનો સૌથી નાનો દીકરો હતો, તેમના પિતા, અબ્દુલ રશીદ ખાન, ભારતીય શાહી પોલીસમાં જોડાયા હતા અને ડીઆઈજી-ઈન્દોરના હોદ્દા સુધી પહોંચ્યા હતા,સલીમ ખાનની માતાનું નામ સિદ્દીકા બાનો ખાન હતું,

4 / 16
જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમનું અવસાન થયું. જાન્યુઆરી 1950 માં તેમના પિતાનું પણ અવસાન થયું, જ્યારે સલીમ માત્ર ચૌદ વર્ષના હતા. માર્ચ 1950માં સલીમ (જેમણે ઇન્દોરની સેન્ટ રાફેલ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો) તેમની મેટ્રિક પરીક્ષા આપી. અને ઇન્દોરની હોલકર કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને બીએ પૂર્ણ કર્યું.

5 / 16
સલમાન ખાનના પિતા અને બોલિવુડના પીઢ લેખક સલીમ ખાને બે વાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન સલમા ખાન સાથે થયા હતા. સલમાન ખાન સલીમ અને સલમાનો પુત્ર છે.

6 / 16
સલમા અને સલીમને સલમાન ઉપરાંત ત્રણ અન્ય બાળકો છે. પરિણીત અને ચાર બાળકો હોવા છતાં, સલીમ ખાને ફરીથી લગ્ન કર્યા. તેમને ફેમસ અભિનેત્રી હેલન સાથે પ્રેમ થયો હતો.

7 / 16
સલીમે 1964માં સલમા સાથે લગ્ન કર્યા. તેમણે 17 વર્ષ પછી  હેલન સાથે લગ્ન કર્યા. ત્યાં સુધીમાં, સલમા અને સલીમના ચાર બાળકો, સલમાન, અરબાઝ, સોહેલ અને અલવીરા ખાન અગ્નિહોત્રી, મોટા થઈ ગયા હતા. સલીમ ખાનને તેમના બીજા લગ્નથી કોઈ સંતાન નથી.

8 / 16
ભલે અર્પિતા ખાન સલીમ ખાનની પુત્રી નથી, પણ આખો પરિવાર તેને ખૂબ પ્રેમ કરે છે. સલીમ ખાને 1981માં અભિનેત્રી હેલન સાથે બીજા લગ્ન કર્યા. તે તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે ખુશહાલ જીવન જીવે છે.હેલન અને સલીમે અર્પિતા ખાન શર્માને દત્તક લીધી છે.

9 / 16
સલમાન ખાને બોલિવૂડમાં તેના પિતા સલીમ ખાન કરતાં પણ વધુ ઊંચાઈ હાંસલ કરી છે. આજે સલમાનનું સ્ટારડમ એવું છે કે તેના પરિવારમાં દરેક વ્યક્તિ તેના નામથી જ દુનિયાભરમાં ઓળખાય છે. પણ શું તમે જાણો છો કે તેના પરિવારમાં કોણ કોણ છે?

10 / 16
 સલીમ ખાનનો મોટો દીકરો સલમાન ખાન છે. તેના પિતાના પગલે ચાલીને તેણે માત્ર ફિલ્મોમાં કારકિર્દી બનાવી જ નહીં પરંતુ ભારતના સૌથી મોટા સુપરસ્ટારમાંના એક તરીકે પણ પોતાને સ્થાપિત કર્યા. સલમાન અપરિણીત છે અને હજુ પણ કુંવારો છે.

11 / 16
સલીમ ખાનનો બીજા દીકરા અરબાઝ ખાનના બે વાર લગ્ન થયા છે. તેમણે પહેલા મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા, તેમને એક દીકરો અરહાન ખાન છે. મલાઈકા અને અરબાઝે 2017 માં છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ અરબાઝે 2023માં શૂરા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. શૂરા અને અરબાઝ એક દીકરીના માતા પિતા છે.

12 / 16
સલમાન અને અરબાઝ પછી, સલીમ ખાન અને સલમા ખાન એક દીકરીના માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ અલવીરા ખાન છે,તેમણે અભિનેતા અને ફિલ્મ નિર્માતા અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો છે, અયાન અગ્નિહોત્રી અને અલીઝેહ અગ્નિહોત્રી.

13 / 16
સોહેલ ખાન ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. તેના પિતા અને બે ભાઈઓની જેમ, તે પણ બોલિવૂડનો એક પ્રખ્યાત અભિનેતા છે. જોકે, તેને અભિનયમાં સલમાન ખાન જેટલી સફળતા મળી નથી. તે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ કામ કરે છે. તેણે 1998 માં ફેશન ડિઝાઇનર સીમા સજદેહ સાથે લગ્ન કર્યા. જોકે, 24 વર્ષના લગ્નજીવન પછી 2022 માં તેમના છૂટાછેડા થયા. તેમને બે પુત્રો છે, નિર્વાણ ખાન અને યોહાન ખાન.

14 / 16
  ખાન પરિવારની સૌથી નાની અને સૌથી પ્રિય અર્પિતા ખાને અભિનયમાં કારકિર્દી બનાવી ન હતી. તેણે 2014 માં અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા. તેઓ સાથે સુખી જીવન જીવી રહ્યા છે. તેમને બે બાળકો છે, આહિલ શર્મા અને આયત શર્મા છે.

15 / 16
બોલિવુડના ખાન પરિવારના મોટાભાગના લોકો ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">