રાજકારણી અને બોલિવુડ સ્ટારની છે દિકરી, 2 જોડિયા ભાઈની નાની બહેન છે સોનાક્ષી

આજે આપણે એક એવી અભિનેત્રીના પરિવાર વિશે વાત કરીશું , જેના માતા અને પિતા બંન્ને બોલિવુડના દિગ્ગજ સ્ટાર છે અને રાજકારણમાં પણ સક્રિય છે. પિતાએ હાલમાં લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. સોનાક્ષી સિંહાના પરિવારમાં સૌથી નાની છે, તેને બે જોડિયા ભાઈ લવ સિંહા અને કુશ સિંહા છે.

| Updated on: Jun 18, 2024 | 11:58 AM
 બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાના થોડા દિવસમાં જ લગ્ન છે, ત્યારે સોનાક્ષી અને ઈકબાલ બંનેએ તેમના મિત્રો સાથે બેચલરેટ પાર્ટી ચાલુ કરી દીધી છે. તો આજે સોનાક્ષી સિંહાના પરિવાર વિશે વાત કરીશું.

1 / 11
 સોનાક્ષી સિંહાનો જન્મ 2 જૂન 1987 રોજ થયો છે. બોલિવુડ અભિનેત્રી ફિલ્મો તેમજ વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. અભિનેતા અને રાજકારણી પૂનમ અને શત્રુઘ્ન સિન્હાની પુત્રી છે. 2019માં તેને એક ફિલ્મફેર એવોર્ડ અને બે ઝીસિને એવોર્ડ મળ્યા હતા.

2 / 11
અભિનેત્રીએ 2010માં એક્શન ફિલ્મ દબંગથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી, જેના માટે તેને ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.ત્યારબાદ રાઉડી રાઠોડ (2012), સન ઓફ સરદાર (2012), દબંગ 2 (2012), અને હોલીડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી (2014), સહિત અનેક એક્શન ફિલ્મોમાં તેના એક્ટિંગના વખાણ થયા હતા.

3 / 11
સોનાક્ષી સિંહાએ પીરિયડ ડ્રામા લૂટેરા (2013) માટે તેણે શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું હતું. આ સફળતા પછી મિશન મંગલ (2019) ત્યારબાદ વેબસિરીઝમાં એન્ટ્રી કરી હતી અને દહાડ (2023) અને  હીરામંડી (2024)માં એન્ટ્રી કરી હતી.

4 / 11
એક્ટિંગ સિવાય સોનાક્ષી સિંહાએ તેની ફિલ્મ તેવર (2015)માં એક ગીતથી ડેબ્યુ કર્યું હતુ. તેના અવાજના ચાહકોએ વખાણ પણ કર્યા હતા.

5 / 11
સિંહાનો જન્મ 2 જૂન 1987ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં અભિનેતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના ઘરે થયો હતો. તેના પિતા બિહારી પરિવારના છે જ્યારે તેની માતા સિંધી હિંદુ પરિવારમાંથી છે.તેણીના પિતાએ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે, લોકસભા 2024ની ચૂંટણીમાં TMCમાંથી પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના નેતા એસએસ અહલુવાલિયાને 59,564 મતોથી હરાવ્યા છે.

6 / 11
 અભિનેત્રીએ આર્ય વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો બાદમાં શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસે મહિલા યુનિવર્સિટીના પ્રેમલીલા વિઠ્ઠલદાસ પોલીટેકનિકમાં ફેશન ડિઝાઇન પ્રોગ્રામમાં સ્નાતક થઈ હતી. સિન્હાએ 2005માં મેરા દિલ લેકે દેખો જેવી ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરીને થોડા સમય માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું.

7 / 11
સોનાક્ષી સિંહાએ 2010ની દબંગમાં સલમાન ખાન સાથે અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 2010 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની અને અંતે એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી.આ ફિલ્મમાં એક ગામડાની છોકરી તરીકેની ભૂમિકા માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું.

8 / 11
સિંહાની 2012માં ચાર રિલીઝ થઈ હતી, જેમાં પ્રથમ અક્ષય કુમારની સામે પ્રભુ દેવાની રાઉડી રાઠોડ હતી. આ ફિલ્મ ચાહકોને ખુબ જ પસંદ આવી હતી.

9 / 11
 સિંહાએ 2023માં દહાડ વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી હતી. આ માટે તેને  ફિલ્મફેર ઓટીટી એવોર્ડ મળ્યો હતો.આ પછી, સિંહાએ સંજય લીલા ભણસાલીના હીરામંડીમાં જોવા મળી હતી.

10 / 11
 હવે એવા સમાચાર છે કે, સોનાક્ષી સિન્હા પોતાના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. સોનાક્ષી સિંહા 37 વર્ષની છે તો ઝહીર ઈકબાલ 35 વર્ષનો છે. બંન્ને સાથે એક ફિલ્મમાં પણ જોવા મળી ચુક્યા છે.

11 / 11

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">