સોનાક્ષી સિંહા
ઈન્ડિયન એક્ટ્રે્સ સોનાક્ષી સિંહાનો જન્મ 2 જૂન, 1987ના રોજ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને અભિનેત્રી પૂનમ સિંહાના ઘરે થયો છે. સોનાક્ષીએ મુંબઈના આર્ય વિદ્યા મંદિરમાંથી તેનું સ્કૂલનું એજ્યુકેશન પુરું કર્યું છે. શ્રીમતી નાથીબાઈ દામોદર થ્રેસ વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સોનાક્ષીને બે ભાઈઓ છે : લવ સિંહા અને કુશ સિંહા. શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના ત્રણેય બાળકોમાં સોનાક્ષી સૌથી નાની છે.
સોનાક્ષી સિંહાએ દબંગ મુવીથી એક્ટિંગથી દૂનિયામાં પગરવ માંડ્યા હતા. તેમણે બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સોનાક્ષી સિંહા યો યો હની સિંહ સાથે સુપરસ્ટાર નામના મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી. તેમણે રોમાન્સ ફિલ્મ કલંકમાં મોટા નામાંકિત કલાકારો સાથે અભિનય કર્યો છે.
સોનાક્ષી સિંહાએ અકીરા, સન ઓફ સરદાર, ડબલ એક્સ એલ, આર રાજકુમાર વગેરે જેવી મુવીમાં પોતાની એક્ટિંગથી ધૂમ મચાવી છે. સોનાક્ષી સિંહા વેબ સિરીઝ દહાડથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તેમણે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં શાનદાર ભૂમિકા નિભાવી છે.
સોનાક્ષી સિંહા પ્રેગ્નેન્ટ છે ? પતિ ઝહીર ઇકબાલ સાથેની ચેટ વાયરલ, રહસ્ય ખુલ્યું
કેટલાક સમયથી સોનાક્ષી સિંહા વિશે અફવાઓ ચાલી રહી હતી કે તે પ્રેગ્નેન્ટ છે. પરંતુ હવે અભિનેત્રીએ પોતે આ રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે લોકો આવી વાતો કેમ કહી રહ્યા છે અને આ વાતોમાં કેટલું સત્ય છે.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2025
- 10:40 pm
‘ઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા…’ મુકેશ ખન્ના પછી કુમાર વિશ્વાસે શત્રુઘ્ન અને સોનાક્ષી પર કર્યો કટાક્ષ !, જુઓ Video
નામ લીધા વગર કુમાર વિશ્વાસે શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે તમારા બાળકોને રામાયણ અને ગીતા શીખવો. એવું ન થવું જોઈએ કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય!
- Meera Kansagara
- Updated on: Dec 23, 2024
- 2:05 pm