એનિમલમાં અભિનેત્રીએ સાબિત કર્યું કે, ફિલ્મમાં પૈસા અને લીડ રોલ જ મહત્વનો નથી ચાહકોના દિલ જીતવા એ સફળતા છે
એનિમલ ફિલ્મમાં રણબીર કપુર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના જેવા સ્ટાર ફિલ્મોની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના કેટલાક દર્શ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ફિલ્મ એનિમલમાં રશ્મિકાની ફી 4 કરોડ છે અને તૃપ્તિની ફિલ્મ 40 લાખ છે.

રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યા છે. તેમાંથી એક રણબીર કપૂર અને ફિલ્મની હિરોઈનનો ઈન્ટીમેટ સીન છે.

લોકો કહી રહ્યા છે કે, આ ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદન્ના નહીં પરંતુ તૃપ્તિ ડિમરી છે. રણબીર અને રશ્મિકાના રોમેન્ટિક સીન કરતાં તૃપ્તિ ડિમરી અને રણબીર કપૂરના ઈન્ટિમેટ સીન્સની વધુ ચર્ચા થઈ રહી છે.

ફિલ્મ એનિમલમાં તૃપ્તિ ડિમરી ભલે સાઈડ રોલમાં જોવા મળી રહી છે પરંતુ તેણે નેશનલ ક્રશ રશ્મિકાને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મમાં રણબીર કપુરનો સંબંધ પોતાની પત્ની રશ્મિકા મંદાના સિવાય તૃપ્તિ ડિમરી સાથે પણ છે. તૃપ્તિએ 2017માં ફિલ્મ મોમથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ.

હવે તૃપ્તિએ ફિલ્મ એનિમલમાં પોતાની એક્ટિંગથી ચાહકોના તો દિલ જીતી લીધા છે સાથે એ પણ સાબિત કરી લીધું કે, ફિલ્મોમાં માત્ર લીડ રોલ મહત્વનો નથી સાઈડ રોલ પણ તમને સ્ટાર બનાવે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કે, ફિલ્મ એનિમલમાં રશ્મિકાની ફી 4 કરોડ છે અને તૃપ્તિની ફિલ્મ 40 લાખ છે.

ફિલ્મ એનિમલમાં ભલે તેને 40 લાખ રુપિયા મળ્યા પરંતુ હાલમાં તે લાઈમ લાઈટમાં છે. તેમજ આ ફિલ્મ હિટ જતા તૃપ્તિ ડિમરી પાસે પ્રોજકેટ્સની લાઈન લાગી ગઈ છે. અહેવાલો અનુસાર અભિનેત્રીને કેટલાક ટેલિવીઝન ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઓફર મળી છે.

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ એનિમલની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ સાથે આ રણબીરના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મના હિન્દી વર્ઝને 27 કરોડની કમાણી કરી લીધી છે.
