Mahima Chaudhry Family Tree : જાહેરાતથી ફેમસ થઈ હતી અભિનેત્રી, આજે પુત્રી છે માતા મહિમા ચૌધરીની કાર્બન કોપી
શાહરૂખ ખાન સાથે ફિલ્મ પરદેસથી પોતાની ફિલ્મી સફર શરૂ કરનાર અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry)આજે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.


મહિમા ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. મહિમા ચૌધરીનું સાચું નામ રિતુ ચૌધરી છે પરંતુ તે સ્ક્રીન પર પોતાને મહિમા ચૌધરી કહેવાનું પસંદ કરે છે. મહિમા ચૌધરીએ હાઈસ્કૂલનું શિક્ષણ ડાઉન હિલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. વર્ષ 1990માં તેણે અભ્યાસ છોડીને મોડલિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવ્યું. તેણી તેની મોડેલિંગ કારકિર્દી દરમિયાન ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી હતી.

મહિમા ચૌધરી તેની સાદગી અને સુંદરતા માટે જાણીતી છે. બોલિવૂડની આ સુંદર અભિનેત્રી આજે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. મહિમા ચૌધરીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. તેમના જીવનની વાર્તા કોઈ ફિલ્મથી ઓછી નથી. મહિમા ચૌધરીના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક વાતો વિશે.

મહિમા ચૌધરીએ 2006માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન થોડા દિવસો જ ચાલ્યા અને તેઓ 2016માં અલગ થઈ ગયા. તેમને એક પુત્રી પણ છે. જેનું નામ આર્યાના ચૌધરી છે.

મહિમા ચૌધરીએ બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ પરદેસથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન હતા. આ ફિલ્મ પછી મહિમા ચૌધરી રાતોરાત સ્ટાર બની ગઈ. આ સાથે મહિમા ચૌધરીએ આમિર ખાનની સાથે એક જાહેરાત કરી ત્યારબાદ પણ ખુબ ફેમસ થઈ હતી.

હવે તે તેની પુત્રી સાથે એકલી રહે છે. મહિમા ચૌધરી હવે ફિલ્મોથી દૂર છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. મહિમા તેના ચાહકો માટે દરરોજ તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.






































































