Chom Chom Recipe : નવરાત્રીમાં માતાજીને ધરાવો ચમચમ, ઘરે બનાવવા અપનાવો આ સરળ ટીપ્સ
નવરાત્રીના નવ દિવસે અલગ-અલગ પ્રકારની મીઠાઈ પ્રસાદમાં ધરાવવામાં આવે છે. ત્યારે આજે આપણે પનીરમાંથી બનાવવામાં આવતી અને બંગાળની ફેમસ મીઠાઈ એવી ચમચમની રેસિપી જોઈશું.

બંગાળની પ્રસિદ્ધ મીઠાઈ ચમચમ ઘરે બનાવવા માટે દૂધ, લીંબુનો રસ, ખાંડ, પાણી, ઈલાયચી પાઉડર, માવો, કેસર, પિસ્તા, સૂકા નારિયેળની છીણ સહિતની સામગ્રીની જરુર પડશે.

એક પેનમાં દૂધ લઈને થોડુ ગરમ થાય ત્યાર બાદ લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરી પનીર બનાવી લો.હવે પનીરને 3-4 વખત પાણીથી સાફ કરી એક કાપડમાં બાંધી 40 મિનિટ સુધી એક હુક પર લટકાવી દો. ત્યાર બાદ પનીર પર 7- 8 મિનિટ માટે ભારે વજનની મુકી રહેવા દો.

ત્યારબાદ તૈયાર થયેલા પનીરને એક મોટા વાસણમાં કાઢી લો. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા અને કોર્નફ્લાવર ઉમેરી બરાબર મસળીને લોટની જેમ બંધાવા લાગે અને ચીકાશ નીકળવા લાગે ત્યાં સુધી મસળો.

પનીરને એક સરખા ભાગ કરી તેને ચમચમનો આકાર આપી તૈયાર કરી લો.

હવે એક પેનમાં 4 કપ પાણી લો. તેમાં 2 કપ ખાંડ ઉમરી ઓગળી ન જાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ પનીરમાંથી બનાવેલા ચમચમને ખાંડમાં ઉમેરો.

હવે ચમચમને આશરે 4- 5 મિનીટ ઉકળવા દો. ત્યારબાદ ચમચમને બહાર કાઢી થોડા ઠંડા થવા દો. ત્યાર બાદ તમે સર્વ કરી શકો છો. તમે ઈચ્છો તો ચમચમને વચ્ચેથી કાપી તેમાં માવાનું અને ડ્રાયફ્રુટનું પણ સ્ટફીંગ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
