નેનો ભૂલી જાઓ ! આ છે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત છે માત્ર 2 લાખ રૂપિયા
ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ કંપની wings તેની નાની-કદની ઇલેક્ટ્રિક કાર રોબિન આગામી સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ એક ખૂબ જ અનોખી અને ફંકી દેખાતી કાર છે, જે શહેરી ટ્રાફિકથી ભરેલા રસ્તાઓ માટે યોગ્ય વિકલ્પ છે. આની સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક કારની સાઇઝ બાઇક જેટલી જ છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ wings નવી અને અનોખી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નાની કારને શહેરી વિસ્તારોમાં વાપરવા માટે તૈયાર કરવામાં આવી છે.

મીડિયા રિપાર્ટ્સ અનુસાર, આ નાની સાઇઝની કાર 2 લાખ રૂપિયાના બજેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. લોઅર મિડલ ક્લાસ માટે આ ખૂબ જ આર્થિક વિકલ્પ સાબિત થશે, કારણ કે તેની કિંમત ઓછી છે અને ઈલેક્ટ્રિક પણ છે.

આ એક ખૂબ જ અનોખી અને ફંકી દેખાતી કાર છે, જે શહેરી ટ્રાફિકથી ભરેલા રસ્તાઓ માટે યોગ્ય વિકલ્પ છે. આની સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક કારની સાઇઝ બાઇક જેટલી જ છે.

આ કારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક બાઇક જેટલી છે. તેની લંબાઈ 2250 mm, પહોળાઈ 945 mm અને ઊંચાઈ 1560 mm છે. એવું કહી શકાય કે Wings EV Robin એક પ્રકારની બાઇક જેવડી કાર છે.

આ ઇલેક્ટ્રિક કારને સૌપ્રથમ એપ્રિલ 2025માં બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ 2025ના અંત સુધીમાં તેને હૈદરાબાદ અને પુણે જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.

આ માઇક્રો ઇલેક્ટ્રિક કારને 3 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાંથી સૌથી સસ્તું વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 65 કિમી સુધીની રેન્જ આપશે. મિડ અને ટોપ વેરિઅન્ટને સિંગલ ચાર્જ પર 90 કિમી સુધી દોડશે. તેની કિંમત અનુક્રમે રૂ. 2.50 લાખ અને રૂ. 3 લાખ હશે. (Image - wings)
