Chauhan surname history : શત્રુઓનો પરાજય કરનાર વ્યક્તિને કેમ કહેવાય છે ચૌહાણ, જાણો ઈતિહાસ
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ચૌહાણ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણના લોકો વસવાટ કરે છે. ત્યારે ચૌહાણ અટક શબ્દ સંસ્કૃત શબ્દ ચતુર્હણ અથવા ચતુર્ભાનું પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ચૌહાણ અટકનો અર્થ ચારેય દિશાઓથી દુશ્મનોનો પરાજય કરનાર અથવા જે ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે તે વ્યક્તિને ચૌહાણ કહેવાય છે.

ચૌહાણ શક્તિ, બહાદૂરી અને ક્ષત્રિય યોદ્ધા પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે.ચૌહાણ વંશની ગણતરી રાજપૂતોના અગ્નિવંશીમાં થાય છે.

દંતકથા અનુસાર અગ્નિવંશી રાજપૂતોનો ઉદ્ભવ માઉન્ટ આબુ ખાતે એક યજ્ઞમાંથી થયો હતો.

ચૌહાણ ઉપરાંત અગ્નિવંશી વંશ હેઠળ ત્રણ વધુ મુખ્ય રાજવંશો આવે છે. પરમાર, સોલંકી અને પ્રતિહાર. ચૌહાણનું શાસન મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરેલું હતું.

સૌથી પ્રખ્યાત ચૌહાણ શાસક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હતા, જેમનું રાજ્ય દિલ્હી અને અજમેર સુધી વિસ્તરેલું હતું. અજમેરને ચૌહાણ વંશની રાજધાની માનવામાં આવે છે.

આજે ચૌહાણ અટક ધરાવતા લોકો રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સ્થાયી થયા છે.

ચૌહાણ સમુદાયને રાજપૂત જાતિનો એક પ્રતિષ્ઠિત અને યોદ્ધા વર્ગ માનવામાં આવે છે. આ સાથે વર્તમાન સમયમાં અન્ય સમુદાયના લોકો ચૌહાણ અટકનો લખે છે.

ઘણા ચૌહાણ પરિવારો હજુ પણ ગર્વથી તેમના પરાક્રમી ઇતિહાસ અને પરંપરાઓને જાળવી રાખે છે.

વર્તમાન સમયમાં ચૌહાણ સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
