Canada PR : કેનેડાએ ભારતીયો સહિત સ્કિલ્ડ વર્કર્સ માટે ખોલ્યા 2 નવા PR રુટ ! જાણો શું છે સમગ્ર માહિતી
Canada Employment Offer: કેનેડામાં ગ્રામીણ વિસ્તારો અને ફ્રાન્કોફોન લઘુમતી સમુદાયોમાં આકર્ષવાનો છે. આ કાર્યક્રમો 18 પસંદ કરેલા સમુદાયોમાં મુખ્ય નોકરીઓ ભરતા કામદારો માટે કાયમી નિવાસનો માર્ગ પૂરો પાડે છે.

કેનેડામાં કાયમી વસવાટ કરવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે, ખાસ કરીને જેઓ ફ્રેન્ચ બોલે છે. કેનેડાએ બે નવા ઈમિગ્રેશન પ્રોગ્રામ શરૂ કર્યા છે. શુક્રવારે, કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે 'રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ' (RCIP) અને 'Francophone Community Immigration Pilot' (FCIP)ની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમોનો હેતુ કુશળ કામદારોને ગ્રામીણ વિસ્તારો અને ફ્રાન્કોફોન (ફ્રેન્ચ-ભાષી) લઘુમતી સમુદાયોમાં આકર્ષવાનો છે. આ કાર્યક્રમો 18 પસંદ કરેલા સમુદાયોમાં મુખ્ય નોકરીઓ ભરતા કામદારો માટે કાયમી નિવાસનો માર્ગ પૂરો પાડે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, આ પાઇલટ પ્રોગ્રામ્સ એવા સમયે શરૂ કરવામાં આવી રહ્યા છે જ્યારે સરકાર ગ્રામીણ અને ઉત્તરીય ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામને કાયમી પ્રોગ્રામ બનાવવા માટે કામ કરી રહી છે.

RCIP સ્થાનિક વ્યવસાયોને કુશળ શ્રમિકોને સાથે જોડીને શ્રમની તંગીનો સામનો કરી રહેલા ગ્રામીણ સમુદાયોને મદદ કરવા માટે રચાયેલ છે. ઘણા નાના શહેરોમાં શ્રમિકોને આકર્ષવા અને જાળવી રાખવા મુશ્કેલ લાગે છે, જે આર્થિક વિકાસને અવરોધે છે. આ પાયલોટ પ્રોગ્રામ એવા વિસ્તારોમાં ઇમિગ્રેશનને સપોર્ટ કરે છે જ્યાં કામદારોની સૌથી વધુ જરૂર હોય છે.

FCIP ક્વિબેકની બહાર ફ્રેન્કોફોન લઘુમતી સમુદાયોમાં ફ્રેન્ચ-ભાષી ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની સંખ્યામાં વધારો કરીને, કેનેડા આ સમુદાયોની ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવાની આશા રાખે છે.

કોણ અરજી કરી શકે છે? : સહભાગી સમુદાયમાં નિયુક્ત એમ્પ્લોયર પાસેથી માન્ય નોકરીની ઑફર મેળવી શકો છો. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ અથવા 1,560 કલાક કામના અનુભવી હોવા જોઈએ . તે સાથે ઉચ્ચ-કુશળ નોકરીઓ માટે CLB 6, ઓછી-કુશળ નોકરીઓ માટે CLB 4 ભાષાની જાણકારી. તેમજ0 જો કેનેડાની બહાર અભ્યાસ કર્યો હોય તો શિક્ષણ પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. પોતાને અને તમારા પરિવારને ટેકો આપવા માટે સેટલમેન્ટ ફંડનો પુરાવો બતાવો પડશે.

અમે તમને જણાવી દઈએ કે કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક (CLB) એ કેનેડામાં ઇમિગ્રન્ટ્સ, કામદારો અને વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સિસ્ટમ છે. તે CLB 1 (પ્રારંભિક) થી CLB 12 (એડવાન્સ્ડ) સુધીની છે.

આ પાયલોટ પ્રોગ્રામ્સ કેવી રીતે કામ કરે છે? : સ્થાનિક આર્થિક વિકાસ સંસ્થાઓ IRCC (ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ કેનેડા) સાથે 18 પસંદ કરેલા સમુદાયોમાંના દરેકમાં જે કાર્ય કરશે તે આ મુજબ છે જેમાં જે તે વ્યક્તિ તેમના વિસ્તારમાં ગંભીર શ્રમની અછતને ઓળખવાની પ્રક્રિયા. ભરોસાપાત્ર નોકરીદાતાઓને નામાંકિત કરવા જેઓ નવા લોકોને નોકરીએ રાખી શકે, કાયમી રહેઠાણ માટે લાયક ઉમેદવારો માટેની ભલામણ કરવામાં આવશે.

અખબારી યાદી મુજબ, IRCC એ આ સંસ્થાઓને તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે અને દરેક સમુદાય ટૂંક સમયમાં નોકરીદાતાઓ અને કામદારો માટે અરજીઓ ક્યારે ખુલશે તે અંગે વધુ વિગતો આપશે.
કેનેડા જેવા દેશમાં લોકો સારા એજ્યુકેશન અને જોબ માટે જતા હોય છે ત્યારે કેનેડાએ હવે ત્યાં PR માટે નવા 2 ઈમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યા છે ત્યારે આ સિવાય અન્ય માહિતી જાણવા અહીં ક્લિક કરો

































































