કેનેડા

કેનેડા

કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અને કેનેડા કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. તેની આંતરરાષ્ટ્રીય સરહદ અમેરિકા સાથે છે અને આ સરહદ વિશ્વની સૌથી મોટી જમીન સરહદ છે. કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાને કેનેડા કહેવા પાછળ એક રસપ્રદ બાબત એ છે કે તેનું નામ સેન્ટ લોરેન્સ ઇરોક્વોઅન શબ્દ કનાટા પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે વસાહત. 1545 થી, આ પ્રદેશને યુરોપિયન પુસ્તકો અને નકશાઓમાં કેનેડા તરીકે બતાવવામાં આવ્યો. કેનેડા પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટો દેશ છે. આ સિવાય કેનેડા વિશ્વમાં સૌથી વધુ સરોવરો ધરાવતો દેશ છે. કેનેડામાં બે સૌથી વધુ બોલાતી ભાષાઓ ફ્રેન્ચ અને અંગ્રેજી છે. આ બે ભાષાઓ સિવાય દેશભરમાં ઘણી મૂળ ભાષાઓ બોલાય છે. કેનેડા વિશ્વના સૌથી ઠંડા દેશોમાંનો એક છે અને કેટલીકવાર અસામાન્ય રીતે નીચું તાપમાન નોંધાય છે. દર વર્ષે ભારતમાંથી 30,000 થી વધુ લોકો કેનેડામાં સ્થળાંતર કરે છે. આવી સ્થિતિમાં કેનેડાને મિની ઈન્ડિયા કહેવું ખોટું નથી. કેનેડાનો પાસપોર્ટ વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં આવે છે.

Read More

Express Entry : કેનેડા જવા માંગતા લોકોને આ ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ PR માટે મળી રહ્યું છે આમંત્રણ, જાણો વિગત

કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયો સહિત વિદેશી નાગરિકો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોની આતુરતાથી રાહ જુએ છે. કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી માટે ઇન્વિટેશન રાઉન્ડને વિદેશીઓ માટે કાયમી રહેવાસી બનવા અને કેનેડામાં સ્થાયી થવા માટેનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. હવે કેનેડાએ 'કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ' પ્રોગ્રામ દ્વારા કાયમી રહેઠાણ મેળવવા માંગતા વિદેશી નાગરિકોને આમંત્રણો જાહેર કર્યું છે.

કેનેડામાં સરળતાથી મળશે PR, આ નોકરી કરવાથી વધી જશે Permanent Resident મળવાનો ચાન્સ, જુઓ List

કેનેડામાં PR મેળવવું એ ઘણા ભારતીયોનું સ્વપ્ન છે. કેનેડામાં PR મેળવ્યા પછી, અહીં રહેવું અને નોકરી મેળવવી ખૂબ જ સરળ બની જાય છે. PRને કારણે, કેનેડા જવા માટે વિઝાની જરૂર નથી. આ જ કારણ છે કે ભારતીયો દર વર્ષે PR માટે અરજી કરે છે.

Canada Population : કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

કેનેડાની એક વસ્તી ગણતરી અનુસાર, કેનેડામાં ખ્રિસ્તી ધર્મ સૌથી વ્યાપક છે. મહત્વનું છે કે આ ધર્મના આંકડા જાણી તમે ચોંકી જશો.

ભારતીય મુળના Anita Anand લઈ શકે છે Canada ના PM તરીકે ટ્રુડોનું સ્થાન ! જાણો તેમના વિશે

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે મુખ્ય રીતે વિચારવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે.

Canada PM : કોણ છે અનિતા આનંદ ? જેઓ બની શકે છે કેનેડાના વડાપ્રધાન, ભારત સાથે છે ખાસ કનેક્શન

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે.

Justin Trudeau Resign : ભારત સાથે ગડબડ કરનાર Justin Trudeau એ Canada ના PM પદેથી આપ્યું રાજીનામું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી.

Canada PR : કેનેડા સરકારનો મોટો નિર્ણય, આ લોકોના PR કરાયા બંધ !

કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ નિર્ણય 2023માં બાકી રહેલી અરજીઓના બેકલોગને દૂર કરવા માટે લેવાયો છે.

કેનેડાના રસ્તા પર ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન ! સામે આવ્યો -Video

RTN કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, 'એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું. જ્યારે તે પોતે વિદેશી છે.

શું કેનેડા બની શકે છે અમેરિકાનું 51મું રાજ્ય, બંને દેશોના બંધારણમાં છે ઉલ્લેખ, તો પછી ક્યાં છે અડચણ ?

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડાને યુએસનું 51મું રાજ્ય અને તેના પીએમ જસ્ટિન ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. ટ્રુડો રાજકીય સંકટમાં ફસાયેલા છે ત્યારે ટ્રમ્પ કેનેડા વિશે આ વાતો કહી રહ્યા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ટ્રમ્પ કેનેડાની નાજુક પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

કેનેડામાં સ્થાયી નહીં થઈ શકે ભારતીયો ! જસ્ટિન ટ્રુડોએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો મોટો બદલાવ, જાણો શું થશે અસર

કેનેડાએ તેના દેશમાં આવતા લોકો માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. જેના કારણે ભારતીય ઉમેદવારોને અસર થવાની સંભાવના છે.

Multiple citizenship : બે થી વધુ નાગરિકતા રાખવાની મંજૂરી આપતા દેશ કયા ? જાણો તેના ફાયદા અને ગેરફાયદા, જુઓ List

કેટલાક દેશો બહુવિધ નાગરિકતાને મંજૂરી આપે છે, જેમાં કેનેડા, યુએસ, જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે. પરંતુ દરેક દેશના કાયદા અલગ હોય છે, તેથી કાનૂની સલાહ લેવી જરૂરી છે.

How to Get Canadian Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

શું તમે જાણો છો કે કેનેડામાં નાગરિકતા કેવી રીતે મેળવવી. અહીં તમારા માટે આ માટે જાણકારી આપવામાં આવી છે. કેનેડાની નાગરિકતા મેળવવા માંગતા દરેક લોકોએ એક વાર આ વાત જાણી લેવી જરૂરી છે.

Canada માં રાજકીય સંકટ, Justin Trudeau પાસે હવે કયા વિકલ્પો છે ?

જસ્ટિન ટ્રુડો કેટલો સમય કેનેડાના વડાપ્રધાન રહેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. જસ્ટિન ટ્રુડોને વડાપ્રધાન પદ પર રાખવા માટે લાંબા સમયથી સમર્થન કરી રહેલા રાજકીય પક્ષે બહુ જલ્દી સમર્થન પાછું ખેંચવાની વાત કરી છે. સવાલ એ છે કે અહીંથી ટ્રુડો પાસે કયા પ્રકારના વિકલ્પો છે? જો તેઓ રાજીનામું આપશે તો શું થશે?

Canada News: 7 લાખથી વધારે વિદ્યાર્થીઓને છોડવું પડશે કેનેડા, ટ્રુડોના એક નિર્ણયથી ગુજરાતી સ્ટુડન્ટનું ભવિષ્ય પર જોખમ

કેનેડામાં ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે અને પછી સ્ટડીની સાથે સાથે નોકરી પણ કરતા હોય છે. જો કે કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે. જેના કારણે 7 લાખ વિદ્યાર્થીઓ પર સંકટ જ આવી ગયું છે. આમ પણ ભારત અને કેનેડાના સંબંધો આજ-કાલ સારા નથી ચાલી રહ્યા, ત્યારે આ નિર્ણયથી ગુજરાતમાંથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઇ છે.

કેનેડા કેવી રીતે થઈ રહ્યું છે બરબાદ ? ટ્રુડો સરકારમાં હાઉસિંગ, મેન પાવર અને ઇમિગ્રેશન ક્રાઇસીસ ચરમસીમાએ પહોંચ્યું

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારની નીતિઓ અને વૈશ્વિક પરિદ્રશ્યની અસરને કારણે હાઉસિંગ ક્રાઈસિસ, મેન પાવર ક્રાઈસીસ અને ઈમિગ્રેશન ક્રાઈસીસ જેવા મુદ્દાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ લેખમાં અમે તમને કેનેડા કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે અને ટ્રુડો સરકાર આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે, તેના વિશે જણાવીશું.

g clip-path="url(#clip0_868_265)">