AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુસ્સામાં કોઈને ગાળ આપી કે ઝઘડા માટે ઉશ્કેર્યા ? જાણી લો કેટલી થઈ શકે છે ‘સજા’, આખરે શું કહે છે ‘કાયદો’?

ભારતમાં જાહેર સ્થળે કે સોશિયલ મીડિયા પર અસભ્ય ભાષા, ગાળો અથવા નફરત ફેલાવતી પોસ્ટનો ઉપયોગ કરવો એ માત્ર સામાજિક રીતે ખોટું નથી પરંતુ કાયદાની નજરમાં એક અપરાધ છે. આવી અયોગ્ય પ્રવૃત્તિઓથી બચવું અને કાયદાનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે. જો તમે આવી ભૂલ કરો છો, તો સીધા જેલ ભેગા થવાનો વારો આવી શકે છે.

| Updated on: Aug 04, 2026 | 2:02 PM
Share
ભારતમાં કાયદા મુજબ, ગાળો આપવી એ માત્ર અસભ્યતા કે સામાજિક રીતે અયોગ્ય નથી પરંતુ તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવેલ છે. આ માટે સજાની જોગવાઈ પણ છે. જો તમે ગુસ્સામાં કોઈને વ્યક્તિગત રીતે કે જાહેર સ્થળે (પબ્લિક પ્લેસમાં) ગાળ આપો છો, તો તે વ્યક્તિ તમારી સામે ફરિયાદ નોંધાવી શકે છે. આવી સ્થિતિમાં, તમારે કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડી શકે છે અને જેલ પણ થઈ શકે છે.

1 / 6
જાહેર સ્થળે અશ્લીલ કે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવો એ ગુનો છે. આ માટે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 356 હેઠળ, દોષિત ઠરવા પર 3 મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. જો તમે ગુસ્સામાં કોઈની વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરો છો અથવા ભેદભાવપૂર્ણ ટિપ્પણી કરો છો, તો આવી સ્થિતિમાં વધુ કડક કાયદો છે.

2 / 6
તમારા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (Scheduled Castes and Scheduled Tribes Prevention of Atrocities Act) એટલે કે SC/ST Act હેઠળ કેસ દાખલ થઈ શકે છે. આ કેસ બિન-જામીનપાત્ર (Non-Bailable) ગુનો છે. તેમાં 6 મહિનાની કેદથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ સાથે જ દંડ પણ ફટકારી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, જેમ કે ખોટી કાનૂની કાર્યવાહી કરવા બદલ 5 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.

3 / 6
માત્ર ગાળો આપવી જ નહીં પરંતુ ઝઘડો ભડકાવવાનો ઈરાદો રાખવો પણ ગુનો છે. જો કોઈએ ગાળ આપીને જાણી જોઈને તમને ઉશ્કેર્યા હોય અને તેના કારણે શાંતિનો ભંગ થયો હોય, તો BNS ની કલમ 351 લાગુ થશે. તેમાં દોષિતને વધુમાં વધુ 2 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. જો ગાળ કે અપશબ્દોનો હેતુ કોઈ મહિલાની મર્યાદાનો ભંગ કરવાનો હોય, તો BNS કલમ 357 હેઠળ કેસ નોંધાશે. તેમાં વધુમાં વધુ 1 વર્ષની જેલ, દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે. આવા કિસ્સાઓમાં પોલીસ તરત જ કાર્યવાહી કરે છે.

4 / 6
આવી જ રીતે તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ મહિલાને ખોટા કે અપશબ્દો બોલવાથી બચવું જોઈએ. જો તમે એવું કરો છો, તો તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. જો તમારી સામે કેસ થશે, તો જેલ થઈ શકે છે. જો તમે ફેસબુક, યુ ટ્યુબ, X (ટ્વિટર) કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો ક્યારેય પણ આવા પ્લેટફોર્મ પર કોઈ ખાસ ધર્મ કે ખાસ જાતિને લઈને નફરત ફેલાવતી પોસ્ટ, દ્વિઅર્થી (ડબલ મિનિંગ) પોસ્ટ કે ભડકાઉ કોમેન્ટ ન કરો. આવા વાંધાજનક વીડિયો કે ફોટો બિલકુલ શેર ન કરો. આવું કરવા પર તમારી સામે FIR નોંધાઈ શકે છે અને જેલ પણ જવું પડી શકે છે.

5 / 6
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી કે ભડકાઉ વાતો શેર ન કરવી જોઈએ. અહીં કોઈ ખોટા સમાચાર શેર ન કરવા જોઈએ, જેનાથી માહોલ બગડે. જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવું કરો છો, તો તમને જેલ થઈ શકે છે.

6 / 6

કાનુની સવાલ : શું પિતાની સંપત્તિ પર સૌથી પહેલા મોટા દીકરાનો અધિકાર હોય છે? જાણો કાયદો

Follow Us
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">