માત્ર આધાર કાર્ડ પર લોન મળી શકે ? જાણો શું છે નિયમ
જો કોઈને પૈસાની જરૂર પડે તો તે બેંકમાં જાય છે અને લોન માટે અરજી કરે છે. જો કે હવે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર રહી નથી. તમારી બેંકની એપ્લિકેશન દ્વારા અથવા નેટ બેંકિંગ દ્વારા લોન માટે અરજી કરી શકો છો. પરંતુ કેટલાક કિસ્સામાં બેંકમાં પણ જવું પડે છે.

લોકો તેમની જરૂરિયાત મુજબ લોન લે છે. જો કોઈને કાર ખરીદવી હોય તો તે કાર લોન લે છે. જો તમે ઘર ખરીદવા માંગો છો, તો તમે હોમ લોન લો છો, જ્યારે તમને બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો તેના માટે વ્યક્તિગત લોન ઉપલબ્ધ છે.

આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે કે, શું આધાર કાર્ડ દ્વારા લોન લઈ શકાય? તો ચાલો જાણીએ કે શું ખરેખર આધાર કાર્ડ પર લોન મળે છે કે તે માત્ર અફવા છે.

તો અમે તમને જણાવી દઈએ કે સરકાર કે કોઈ બેંક દ્વારા આવી કોઈ યોજના લાવવામાં આવી નથી. જેમાં માત્ર આધાર કાર્ડ આધાર પર લોન આપી શકાય. પરંતુ આધાર કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ લોન મેળવી શકાય છે.

પરંતુ આધાર કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ લોન મેળવી શકાય છે. જે માત્ર સ્ટ્રીટ વેન્ડર્સને જ લાગુ પડે છે સામાન્ય માણસને નહીં. જો કોઈ સામાન્ય વ્યક્તિ લોન લેવા માંગે છે, તો તે તેની બેંકમાંથી વ્યક્તિગત લોન માટે અરજી કરી શકે છે. જેના માટે તેણે તમામ જરૂરી દસ્તાવેજો આપવા પડશે.