લગ્નની કંકોત્રીને લઈને લોકોની પસંદગીઓ બદલાઈ છે, હવે આ ડિઝાઈનની માર્કેટમાં સૌથી વધુ માગ
તહેવારો પુરા થયા છે અને લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. સૌથી મહત્વપૂર્ણ એવા આમંત્રણ કાર્ડની માગ ઘણી વધી ગઈ છે. માર્કેટ કંકોત્રી બાબતે એક્ટિવ થયું છે. લોકો લગ્નના કાર્ડ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે અને તેમની પસંદગી મુજબની કંકોત્રીઓ પ્રિન્ટ કરાવે છે.

દરેક કન્યા અને વરરાજાને એવું હોય કે એક વાર કંકોત્રી છપાવવાની છે તો તે યુનિક જ હોવી જોઈએ. અહીંયા તમને ઘણી ડિઝાઈન જોવા મળશે, જે તમે ક્યારેય આવી કોઈની કંકોત્રી નહીં જોઈ હોય.

વિવિધ ડિઝાઈનના કાર્ડ બજારોમાં ધૂમ મચાવી રહ્યા છે. લોકો અનોખા અને નવા કાર્ડની શોધમાં બજારમાં ફરતા હોય છે.

કન્યા અને વરરાજાના ડ્રેસ કોડને ધ્યાનમાં રાખીને આવી કંકોત્રીઓ બનાવવામાં આવી રહી છે.

નાની કાચની શીશીમાં યુનિક રીતે કાર્ડની ફોલ્ડ કરીને રાખવામાં આવ્યું છે. ખરેખર આ વટ પાડવા માટે એકદમ શાનદાર છે.

રિંગ ટાઈપ કાર્ડ પણ તમે બનાવી શકો છો. તેમાં કન્યા અને વરરાજાના લગ્ન મૂહુર્ત છપાવી શકાય છે. મહેમાનો પણ જોઈને વખાણ કરવા લાગશે.

રાજા રજવાડામાં જે રીતે એકબીજાને સંદેશા મોકલાતા હતા, તેવા જ મેરેજ કાર્ડ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

તો તમે રાહ કોની જુઓ છો તમારા મેરેજ અથવા તમારા મિત્રોના મેરેજ માટે અવનવી ડિઝાઈન પસંદ કરીને કાર્ડ છપાવો અને મહેમાનોમાં પરિવારનો વટ પાડી દો.
