Photos: રામ મંદિરનું 80 ટકા કામ પૂરુ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટે તસ્વીરો કરી શેયર
RAM MANDIR : દુનિયાા 155 દેશની નદીઓમાંથી રામલલાના જલાભિષેક માટે પાણી લાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રામ મંદિરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

અયોધ્યામાં બની રહેલા રામમંદિર સાથે આજે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્ધારા હાલમાં નિર્માણ આધીન રામ મંદિરના કેટલાક ફોટો શેયર કરવામાં આવ્યા છે.

આ તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મંદિરની બહારની દિવાલો બની ચૂકી છે. રામ મંદિર બનાવવા માટે મજૂરો 3 શિફ્ટમાં કામ કરી રહ્યાં છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તસ્વીરો શેયર કરીને લખવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી રામલલાનું દિવ્ય મંદિર હવે સદીઓથી કરોડો ભક્તોના સતત સંઘર્ષની પરાકાષ્ઠા તરીકે આકાર લઈ રહ્યું હોય તેવું લાગે છે.

મળતી માહિતી અનુસાર રામ મંદિરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

દુનિયાા 155 દેશની નદીઓમાંથી રામલલાના જલાભિષેક માટે પાણી લાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું હતું.