અમદાવાદની ખ્યાતનામ શેઠ સી. એન વિદ્યાવિહાર શાળાના 111 વર્ષની કરાઇ ઉજવણી, 60ના દાયકાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

શેઠ સી એન વિદ્યાવિહારની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણાહુતિની ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે 1954 થી 2020 સુધીની બેચના વિદ્યાર્થીઓએ શાળાની પાટલીએ બેસી સંસ્મરણો વાગોળ્યા હતા. 

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 25, 2024 | 4:05 PM
અમદાવાદની ખ્યાતનામ શેઠ સી એન વિદ્યાવિહારની સ્થાપનાના 111 વર્ષની પુર્ણાહુતી પૂર્વ વિદ્યાર્થીઓ સાથે કરી. પૂર્વ વિદ્યાર્થીઓ માટે આયોજિત 'રસોત્સવ' કાર્યક્રમમાં દેશ વિદેશના 2500 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓએ ક્લાસરૂમની પાટલી પર બેસી જુના દિવસોને યાદ કરતા સંસ્મરણો વાગોળ્યા હતા.

1 / 6
શાળાકીય શિક્ષણ છોડ્યા બાદ ક્યારેય શાળાની મુલાકાત કે એ બેન્ચ પર જઇ બેસ્યા છો જ્યાં શાળામાં ભણતા ત્યારે બેસતા હતા? લગભગ જવાબ ના માં હશે. જો કે આ લ્હાવો અમદાવાદની ખ્યાતનામ શેઠ સી.એન.વિધાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષની પૂર્ણાહુતિના દીને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપ્યો.

2 / 6
ત્રણ-ચાર દાયકાઓ પૂર્વે શાળાની જે બેન્ચ પર બેસતા હતા એ ક્ષણોને નિવૃતિકાળે યાદ કરી સી એન ના પૂર્વ વિદ્યાર્થીઓ ભાવ વિભોર બન્યા હતા. પૂર્વ વિધાર્થી સમુદાય માટે 'રસોત્સવ' કાર્યક્રમ હેઠળ સંસ્થના ક્લાસરુમ ખુલ્લા રાખવામા આવ્યા. જ્યાં પૂર્વ વિધાર્થીઓએ તેમના ક્લાસરુમની મુલાકાત લઈ ત્યાં બેસીને શાળા સમયના સંસ્મરણો તાજા કર્યા.

3 / 6
આ કાર્યક્રમમાં 1954 ની બેચથી લઈ 2020 ની બેચ સુધીના 2500 વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાની યાદો તાજી થાય એ માટે જુના ફોટોની વોલ પણ તૈયાર કરાઈ હતી. શાળાકીય સમયે પ્રાર્થનામંદિરમાં ગવાતા ગીતો પ્રત્યે તમામ વિધાર્થીઓ એક અનોખો અનુબંધ ધરાવતા હોય છે ત્યારે રંગભવનમાં વિદ્યાવિહારના ગીતોનો કાર્યક્રમ પણ યોજાયો.

4 / 6
શેઠ સીએન વિદ્યાવિહારના રસોત્સવ કાર્યક્રમમાં બહાર શિફ્ટ થયેલા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 1954 થી લઈ 2020 સુધી ની બેચમાં ભણેલા અને ત્યારબાદ UK, અમેરિકા, દુબઈ કે અન્ય દેશ કે રાજ્યમાં શિફ્ટ થઈ ગયેલા પૂર્વ વિદ્યાર્થીઓ ખાસ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની બેચના સહઅધ્યાયીઓ સાથે જે તે વર્ષના નંબર સાથે ગ્રૂપ ફોટો પડાવી આનંદ માણ્યો હતો.

5 / 6
ખરાઅર્થમાં શાળાકીય દિવસો યાદ આવે એ માટે આંબલી, ચણા, કાચી કેરીની લારી પણ રાખવામાં આવી હતી. UK થી આવેલ પૂર્વ વિદ્યાર્થીની શિલ્પા શાહે જણાવ્યું કે આજે શાળામાં પહોંચી સારું લાગી રહ્યું છે. જુના સાથીઓને મળવા સાથે એ દિવસો યાદ આવ્યા કે આ પ્રાગણથી જીવનના પાઠ શીખવા મળ્યા હતા. અમારા વ્યક્તિત્વ ઘડતર માટે સી એન નો ફાળો અમૂલ્ય છે જેના અમે કાયમી ઋણી રહીશું. અમેરિકાથી ખાસ કાર્યક્રમ માટે હાજર રહેલા પૂર્વ વિદ્યાર્થી ગૌતમ પટેલે જણાવ્યું કે અહીંયા આવીને બાળપણ યાદ આવે છે. બધા મિત્રોને મળી પુનઃ બાલ્ય અવસ્થાને માણવાનો મોકો મળ્યો. શાળાની એ બેચ પર જઈને બેઠા કે જ્યાં ચોપડીઓ મુકતા અને નિર્દોષભાવે તોફાન કરતા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">