ગુજરાત પ્રવાસ પર આવેલા મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પત્નીને ભૂલી ગયા, યાદ આવતા જ 22 વાહનના કાફલા સાથે પત્નીને લેવા પરત આવ્યા
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા. જૂનાગઢમાં તે પત્ની સાધના સિંહને ભૂલી ગયા અને કાફલા સાથે રાજકોટ જવા રવાના થયા હતા. રસ્તામાં યાદ આવતા 22 ગાડીઓ લઈ પત્નીને લેવા ગયા.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આખા દેશનો પ્રવાસ કરે છે. શનિવારે, તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમની એક મોટી ભૂલ થઈ ગઈ હતી.જેની હાલમાં લોકો ખુબ ચર્ચા કરી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રી શિવરાજ ગુજરાતના જૂનાગઢમાં તેમની પત્ની સાધના સિંહને ભૂલી ગયા હતા અને 22 વાહનોના કાફલા સાથે રાજકોટ જવા રવાના થયા હતા, પરંતુ રસ્તામાં યાદ આવતા, તેઓ કાફલા સાથે પાછા ફર્યા હતા.

કેન્દ્રીય કૃષિ મંત્રી શનિવારે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે જૂનાગઢમાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી. બાદમાં, તેઓ મગફળી સંશોધન કેન્દ્રના ખેડૂતો અને 'લખપતિ દીદી' યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે જ દિવસે મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ તેમને રાજકોટથી ફ્લાઇટ પકડવાની હતી, તેથી તેઓ ઉતાવળમાં હતા.

બીજી તરફ, સાધના સિંહ ગિરનારની મુલાકાત લઈને પાછા ફર્યા હતા અને વેઇટિંગ રૂમમાં બેઠા હતા. કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી, ઉતાવળમાં, તેઓ તેમના કાફલા સાથે જૂનાગઢથી રાજકોટ જવા રવાના થયા હતા.

થોડી મુસાફરી કર્યા પછી, તેમને ખ્યાલ આવ્યો કે, તેમની પત્ની તેમની સાથે નથી. પછી તેમણે તાત્કાલિક પત્નીને ફોન કર્યો અને આખા કાફલા સાથે પાછા ફર્યા, તેમની પત્નીને સાથે લઈને રાજકોટ જવા રવાના થયા.
શિવરાજ સિંહ ચૌહાણને લોકો કેમ કહે છે મામા, મહિલાઓમાં છે ખુબ જ લોકપ્રિય, અહી ક્લિક કરો
