અદાણી ગ્રુપની આ મોટા સેક્ટર પર છે નજર, સરકારે કરી છે મોટી જાહેરાત, સામાન્ય લોકોને પણ થશે ફાયદો
અહેવાલ મુજબ, અદાણી એન્ટરપ્રાઈઝીસે સરકારી કંપની કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ (CESL) દ્વારા 3600 ઇલેક્ટ્રિક બસો માટે તેની બિડ સબમિટ કરી છે. સરકારે આ મોટી જાહેરાત કરી છે. જેથી આ મોટા સેક્ટર પર અદાણી ગ્રૂપની નજર છે.

અદાણી એન્ટરપ્રાઈઝને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કંપની માસ મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ, કંપનીએ સરકારી કંપની કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ (CESL) દ્વારા 3600 ઈલેક્ટ્રિક બસો માટે પોતાની બિડ સબમિટ કરી છે. આ સૂચવે છે કે અદાણી ગ્રૂપનું ફોકસ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટ પર પણ છે.

હાલમાં જ મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે PM-E બસ સેવા હેઠળ ઘણા શહેરોમાં 10,000 ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. અદાણી ગ્રુપ હવે આ સમગ્ર સેગમેન્ટ પર નજર રાખશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સેક્ટરમાં માત્ર ઓલેક્ટ્રા ગ્રીન ટેક, ટાટા મોટર્સ, જેબીએલને જ મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા.

ઈન્ડિયન ઓઈલ અને અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ આગામી 4 વર્ષમાં 25 અબજ રૂપિયાનું રોકાણ કરવા સંમત થયા છે. આ રોકાણ દ્વારા નાના ઉદ્યોગો અને ઘરોમાં ગેસનું વેચાણ બમણું કરવાનું છે.

એક મીડિયા અહેવાલ મુજબ, સંયુક્ત સાહસોના ડિરેક્ટર એસ.કે. ઝા કહે છે, "સંયુક્ત સાહસોના 300 આઉટલેટ્સ દ્વારા દરરોજ 1 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું વેચાણ થાય છે."

સંયુક્ત સાહસ આગામી 4 વર્ષમાં વેચાણ બમણું કરવા પર નજર રાખી રહ્યું છે. કંપની આ સમયગાળા દરમિયાન 600 થી વધુ રિટેલ આઉટલેટના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં ગેસની વધતી જતી માગને પહોંચી વળવાના પ્રયાસો કરવામાં આવશે.
