વિશ્વના 5 સૌથી ભયાનક ભૂકંપ ! સમગ્ર દુનિયામાં ફ્કતને ફક્ત હાહાકાર, લાખો લોકો થરથર કાંપી ઉઠ્યા અને જીવન થયા વેરવિખેર
રશિયામાં આવેલા ભૂકંપ પછી જાપાનમાં સુનામી આવી અને અમેરિકામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. એવામાં ચાલો જાણીએ કે, વિશ્વના વિનાશક ભૂકંપો વિશે કે જેણે લોકોના જીવનને બરબાદ કરી દીધું.

બુધવાર, 30 જુલાઈના રોજ રશિયાના દૂર પૂર્વમાં સ્થિત કામચટકા દ્વીપકલ્પમાં 8.8 ની તીવ્રતાના ભૂકંપે ધરતીને ખરાબ રીતે હચમચાવી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષ 1952 પછીનો સૌથી ખતરનાક ભૂકંપ હતો. આ ભૂકંપ પછી જાપાનમાં સુનામી આવી અને અમેરિકામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી.

જણાવી દઈએ કે, કેટલીક જગ્યાએ ઊંચા સુનામીના મોજા પણ જોવા મળ્યા હતા. ભૂકંપ પછી સુનામીનો ભય કુદરતની શક્તિનું વર્ણન કરે છે, જે ચેતવણી વિના ભયંકર વિનાશ લાવી શકે છે. તો ચાલો જાણીએ, વિશ્વના પાંચ સૌથી મોટા અને વિનાશક ભૂકંપ વિશે કે જેણે લાખો લોકોના જીવનને પણ ધ્વસ્ત કરી દીધા.

વાલ્ડિવિયા, ચિલી : વર્ષ 1960 માં ચિલીના વાલ્ડિવિયામાં આવેલા ભૂકંપને પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.5 હતી. આ ભૂકંપે ચિલીને હચમચાવી નાખ્યું અને તે પછી આવેલા સુનામીએ હવાઈ, જાપાન અને ફિલિપાઇન્સમાં તબાહી મચાવી હતી. આમાં લગભગ 5,700 લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકો બેઘર થયા હતા.

અલાસ્કા, અમેરિકા : વર્ષ 1964 માં અમેરિકાના અલાસ્કામાં બીજો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.3 હતી અને તે સતત ત્રણ મિનિટ સુધી ધ્રુજતો રહ્યો. આ ભૂકંપથી 35 ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાહાકાર મચ્યો હતો. જણાવી દઈએ કે, આ ભૂકંપમાં 139 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સુમાત્રા, ઇન્ડોનેશિયા : વર્ષ 2004 માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 9.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામીએ ઘણા દેશોમાં તબાહી મચાવી દીધી હતી. આ કુદરતી આફતમાં ઇન્ડોનેશિયામાં લગભગ 1 લાખ 68 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને કુલ 2 લાખ 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિશ્વની સૌથી ખતરનાક કુદરતી આફતોમાંની એક હતી. તેણે સુમાત્રાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો.

તોહોકુ, જાપાન : વર્ષ 2011 માં જાપાનના તોહોકુમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.1 ની હતી. આ દુર્ઘટનામાં લગભગ 19,750 લોકો મૃત્યુ પામ્યા હતા. બીજું કે, 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જવું પડ્યું હતું.

કામચટકા, રશિયા : વર્ષ 1952 માં રશિયાના કામચટકા શહેરમાં પાંચમો ભૂકંપ આવ્યો હતો. આ વિશ્વનો પહેલો 9.0 તીવ્રતાનો ભૂકંપ હતો. આ સમય દરમિયાન સુનામી આવી અને કરોડો રૂપિયાની સંપત્તિ બરબાદ થઈ ગઈ હતી.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
