Rajkot : ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ખોટો નકશો, જુઓ Video
રાજકોટમાં ભેજાબાજો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો બનાવાયો હતો. નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ, પડધરી, લોધીકા,કોટડા સાંગાણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા છે.
રાજકોટમાં ભેજાબાજો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો બનાવાયો હતો. નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ, પડધરી, લોધીકા,કોટડા સાંગાણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચકાય તે માટે નકશામાં ચેડાં કરાયા છે. બે દિવસથી સોશિયલ મીડિયામાં રુડાના ખોટો નકશો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં ખોટો નકશો ફરતો થયો હતો.
ભેજાબાજોએ RUDAના નકશા સાથે કર્યા ચેડાં
તો સમગ્ર મામલે રૂડાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનો વાયરલ નકશો 11 એપ્રિલની આસપાસ રૂડાના ધ્યાનમાં આવ્યો હતો. હકીકતમાં વર્ષ 2017 બાદ રૂડામાં કોઈ ગામ ઉમેરાયા જ નથી. આવા જ નકશા પર વિશ્વાસ ન કરવા તેમણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ કરી છે. તો રેવન્યુ વકીલોના ગ્રુપમાં પણ આ નકશો વાયરલ થયો હતો. શંકાસ્પદ નકશા અંગે તપાસ કરતાં તે ખોટો હોવાનું સામે આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં જમીનોના ભાવ ઊંચકાય તે માટે કોઈ ભેજાબાજે કારસ્તાન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે નકશો બનાવનારા વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
