આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટે છે. 2 દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટે છે. 2 દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થાય તેવી શક્યતા છે. દક્ષિણ પૂર્વના ફૂંકાવાથી તાપમાનમાં વધારો થઈ શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, જુનાગઢ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અરવલ્લી, બોટાદ, ગાંધીનગર, દેવભૂમિદ્વારકા, ખેડા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.