ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં, રાજ્યના 6 શહેરનું તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.

હવામાન વિભાગે જાહેર કરેલ હીટવેવની અસર ગુજરાતમાં જોવા મળી છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે તો સુરત જેવા દરિયાકાંઠો ધરાવતા શહેરમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ આજે ગુજરાતના છ શહેરમાં ગરમીનો પારો જેટલી ડિગ્રીએ રહેવો જોઈએ એના કરતા 8 ડિગ્રી વઘુ રહ્યો છે, બીજા શબ્દોમાં કહીએ તો આ છ શહેરના સામાન્ય તાપમાન કરતા આજે 8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌથી વઘુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોધાયું હતું. સુરેન્દ્રનગરમાં સામાન્ય હોવુ જોઈએ એના કરતા પણ 8.4 ડિગ્રી વધુ એટલે કે, 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો બીજી બાજુ કચ્છના ભૂજમાં પણ સુરેન્દ્રનગર જેટલી જ તીવ્ર ગગરમી નોંધાઈ છે. ભૂજમાં સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ એટલે કે, 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતમાં આજે ગઈકાલ સોમવારની સરખામણીએ ગરમીનો પારો આંશિક ગગડ્યો હતો, આમ છતા સુરતવાસીઓ માટે આજે નોંધાયેલ 40 ડિગ્રી ગરમી અસહ્ય કહી શકાય. સુરતમાં આજે સામાન્ય તાપમાન કરતા 5.5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ એટલે કે, 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં પણ સામાન્ય કરતા ગરમીનો પારો 8.3 ડિગ્રી વધુ રહ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનું પ્રમાણ 41.9 ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ગરમીનો પારો સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ રહ્યો હતો. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં પણ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં પણ આજે 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે વડોદરામાં નોંધાયેલ તાપમાન સામાન્ય કરતા6 ડિગ્રી વધુ રહેવા પામ્યું છે. અમરેલીમાં સામાન્ય કરતા 6.6 ડિગ્રી વધુ તાપમાન રહેવા પામ્યું છે. અમરેલીમાં ગરમીનો પારો 41.6 ડિગ્રીએ અટક્યો હતો. ડિસામાં 41.6 ડિગ્રી અને નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.