આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ કેટલાક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. જો કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ કેટલાક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. જો કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભરૂચ, બોટાદ, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત અમરેલી, છોટાઉદેપુર, દાહોદ,કચ્છ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ડાંગ,ગીર સોમનાથ, પોરબંદર, તાપી, ડાંગ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
