Mehsana : સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર મહેસાણાના સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલ થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર મહેસાણાના સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલ થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. એક જૂથના ટોળાએ બેથી વધુ બાઈકને આગચંપી કરી હોવાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
રાજકોટમાં રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે થઈ હતી બબાલ
બીજી તરફ ગઈકાલે રાજકોટમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં બબાલ થઈ હતી. જિલ્લા પંચાયત ચોક નજીક રેલી પહોંચી ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મીએ દલિત યુવકોને અપશબ્દો કહીને લાકડી મારી હોવાનો આરોપ સાથે મામલો તંગ બન્યો હતો. તો બાઇક રેલીને અટકવાતા ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરીને પોલીસના ગેરવર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો. તો બબાલ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.