Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓમાં કેવું રહેશે હવામાન, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓમાં કેવું રહેશે હવામાન, જુઓ Video

| Updated on: Apr 15, 2025 | 7:50 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ગરમીનો આતંક જોવા મળે છે. ગુજરાતમાં ફરી એકવાર અગનભઠ્ઠી જેવી સ્થિતિ જોવા મળી શકે છે. આગામી ચાર દિવસ ગરમીનું ટોર્ચર થવાની છે. આગામી ચાર દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ગરમીનો આતંક જોવા મળે છે. ગુજરાતમાં ફરી એકવાર અગનભઠ્ઠી જેવી સ્થિતિ જોવા મળી શકે છે. આગામી ચાર દિવસ ગરમીનું ટોર્ચર થવાની છે. આગામી ચાર દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે. મધ્ય ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી શકે છે.

હીટવેવ ફરી મચાવશે હાહાકાર !

અમદાવાદ અને ગાંધીનગરમાં આકરી ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે.

સૌરાષ્ટ્રના અલગ- અલગ જિલ્લાઓમાં હાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વધુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યું છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વધ્યું છે. રવિવારે રાજ્યમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ છે. રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.

ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે પવનનું જોર વધુ રહેવાના એંધાણ છે. અંબાલાલનો દાવો છે કે ચોમાસા પહેલા રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલની આગાહી છે કે એપ્રિલમાં એક બાદ એક 30થી 50 કિલોમીટરની ઝડપે પવનના તોફાન આવશે.. જેના પગલે કાચા પતરાવાળા મકાનોને નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં, મે અને જૂન મહિનામાં પણ ભારે પવન મુશ્કેલી સર્જી શકે છે.

તો હવામાનમાં પલટા વચ્ચે દરિયામાં પણ ચક્રવાતની આગાહી અંબાલાલે કરી છે. 15 જૂન પહેલા દરિયામાં તોફાન, વંટોળ સર્જાવાની શક્યતા છે, તો અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર થઇ શકે, સાથે જ મે મહિનામાં પણ બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">