વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર- ગુજરાતમાં દિવસ-રાત્રીના તાપમાનનો પારો આંશિક ગગડશે
આજે 3 માર્ચને સોમવારે ગુજરાતમાં દિવસનું સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. રાજકોટમા ગરમીનો પારો 36.2 ડિગ્રીએ પહોચી ગયો છે. તો અમરેલીમાં પણ તાપમનનો પારો 35.8 ડિગ્રીએ અટક્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 9મી માર્ચના રોજ આકાર પામશે. જેની અસર દેશના ઉતરીય ક્ષેત્રમાં જોવા મળશે. હાલમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય છે, તેના કારણે ગુજરાતમાં ઉતર પશ્ચિમ, ઉતર દિશામાંથી પવન વહે છે.
હિમાલય ક્ષેત્રમાં થયેલ બરફવર્ષા અને ભારે વરસાદના કારણે ગુજરાત-રાજસ્થાન તરફ વહેતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં આવતીકાલથી દિવસ અને રાત્રીના તાપમાનનો પારો આંશિક ગગડશે. હાલમાં ગુજરાતના અનેક શહેરમાં દિવસના તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો છે. આવતીકાલ મંગળવારથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે, ગુજરાતમાં રાત્રી અને દિવસના તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો ગગડશે.
આજે 3 માર્ચને સોમવારે ગુજરાતમાં દિવસનું સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. રાજકોટમા ગરમીનો પારો 36.2 ડિગ્રીએ પહોચી ગયો છે. તો અમરેલીમાં પણ તાપમનનો પારો 35.8 ડિગ્રીએ અટક્યો છે. રાજ્યના વિવિધ શહેરમાં આજે 3 માર્ચને સોમવારના રોજ, નોંધાયેલા મહત્તમ તાપમાન પર કરો એક નજર.
- રાજકોટ 36.2
- અમરેલી 35.8
- અમદાવાદ 35
- વડોદરા 35.2
- ભાવનગર 33.3
- ભુજ 34.7
- ડીસા 35
- ગાંધીનગર 34.8
- દ્વારકા 27.7
- જામનગર 33.2
- કંડલા 31.9
- નલિયા 30.6
- ઓખા 29.6
- પોરબંદર 34
- સુરત 34.1
- વેરાવળ 33.9

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
