Mehsana : સતલાસણા પંથકમાં BLOનું થયું મોત, SIRની કામગીરી વખતે જ હાર્ટ એટેક, જુઓ Video
દેશભરમાં અત્યારે SIRની કામગીરી BLO દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં વધુ એક BLOએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના સતલાસણના સુદાસણા ગામે BLOનું મોત નિપજ્યું છે. હૃદયરોગના હુમલાથી BLOનું મોત થયું છે.

દેશભરમાં અત્યારે SIRની કામગીરી BLO દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં વધુ એક BLOએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના સતલાસણના સુદાસણા ગામે BLOનું મોત નિપજ્યું છે. હૃદયરોગના હુમલાથી BLOનું મોત થયું છે. સતત 2-3 દિવસથી રાત્રે 2 વાગે ઉઠીને કામ કરતા હતા. ઘરમાં SIRની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ હાર્ટ એટેક આવ્યો હતો. ગામમાં યોગ્ય સારવારની વ્યવસ્થા ન હોઈ વડનગર સિવિલ લવાયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા BLOને મૃત જાહેર કરાયા છે. સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
રાત્રે 2 વાગે ઊઠીને ભરતા હતા ફોર્મ !
ઉલ્લેખનીય છે કે સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. તે ગામમાં જ BLO તરીકે ફરજ બજાવતા હતા. તેમના આકસ્મિક મોતથી ગામમાં શોકની લાગણી છે. મળતી વિગતો પ્રમાણે છે. દિનેશ રાવળની SIRની 70 ટકા કામગીરી પૂરી થઈ ગઈ હતી. પરંતુ, ઓનલાઈન કામગીરીમાં સવારે સર્વરના ધાંધિયા હોઈ તેમને રાત્રે ઉજાગરા કરવા પડતા હતા. છેલ્લા 2-3 દિવસથી તે રોજ રાત્રે 2 વાગે ઉઠીને વિગતો ઓનલાઈ વિગતો અપલોડ કરતા હતા.
જુઓ Video
SIRની કામગીરી વખતે જ હાર્ટ એટેક
છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ગામના દવાખાને લઈ જવાયા હતા. પરંતુ, ત્યાં યોગ્ય સારવાર કે ડૉક્ટર ઉપલબ્ધ ન હોઈ તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા. આક્ષેપ છે સર્વર ઠપ હોવાને લીધે અનેક BLOને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને કામગીરી પૂરી કરવાનું પણ તેમના પર દબાણ વધી રહ્યું છે.
( વીથ ઈનપુટ – મનીષ મીસ્ત્રી )