Mehsana : વિસનગરમાં ફટાકડાના સ્ટોલ બંધ કરાવતા વિવાદ, તહેવાર ટાણે ધંધા-રોજગાર બંધ થતાં વેપારીઓમાં આક્રોશ, જુઓ Video
દિવાળીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર ફટાકડાની દુકાનો જોવા મળતી હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ફટાકડાના સ્ટોલ મામલે વિવાદ સર્જાયો છે. પાલિકાએ ફટાકડાના સ્ટોલ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે.
દિવાળીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર ફટાકડાની દુકાનો જોવા મળતી હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ફટાકડાના સ્ટોલ મામલે વિવાદ સર્જાયો છે. પાલિકાએ ફટાકડાના સ્ટોલ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે. નાના વેપારીના ફટાકડાના સ્ટોલ જ બંધ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નિયત રકમ ચૂકવી હોવા છતાં સ્ટોલ બંધ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેટરો અને મોટા વેપારીની દુકાનો બંધ ન કરાવી હોવાનું વેપારીઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તહેવાર ટાણે ધંધા-રોજગાર બંધ થતાં વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. કાર્યવાહીમાં ભેદભાવ રાખ્યાનો વિસનગર પાલિકા પર આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિસનગર પાલિકા દ્વારા પહેલા ફટાકડાના વેચાણ માટે સ્ટોલની જગ્યા ફાળવી હતી. કુલ 55 જેટલા દુકાનદારો પાસેથી દરેક દીઠ 5,310ની રકમ તેમજ મંડપ, જગ્યા અને લાઈટનું ભાડું સહિતના તમામ પૈસા વસૂલવામાં આવ્યા. પરંતુ, બાદમાં અચાનક પાલિકા દ્વારા દુકાનો બંધ કરવાના આદેશ આપતા. નાના વેપારીઓને કમાણીના સમયે રઝળવાનો વારો આવ્યો.
