Mehsana : દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા? પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યો આરોપ, જુઓ Video
મહેસાણાના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિવાદીત નિવેદન આપ્યું છે. મહેસાણાના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો સૌથી મોટો આરોપ લગાવ્યો છે. દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા હોવાનો આક્ષેપ બળદેવજી ઠાકોરે કર્યો છે.
મહેસાણાના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિવાદીત નિવેદન આપ્યું છે. મહેસાણાના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો સૌથી મોટો આરોપ લગાવ્યો છે. દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા હોવાનો આક્ષેપ બળદેવજી ઠાકોરે કર્યો છે. આ સાથે જ તેમને કહ્યું કે મંડળી દીઠ 5-5 લાખ રુપિયા આપીને મનગમતા લોકોના ઠરાવ કરાયા છે. ખોટા લોકોના ફોર્મ ભરાવીને દબાણ ઉભુ કરી ચૂંટણી યોજાઈ હતી.
મહેસાણાના પૂર્વ બળદેવજીના આરોપને ભાજપ MLA અલ્પેશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. ઠાકોર સમાજના કાર્યક્રમમાં ભાજપ MLA અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે,મને પણ ચૂંટણીમાં ગેરરીતિ થયાની ફરિયાદો મળી હતી. “વહીવટદાર અન્ય અને મતાધિકાર પણ અન્યને હોવાની પણ ફરિયાદ મળી હતી. “ગેરરીતિની ફરિયાદો દુર્ભાગ્યપૂર્ણ, ઠાકોર સમાજને ન્યાય મળવો જોઇએ” તેમજ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે પ્રતિનિધિત્વ મળવું જ જોઇએ, ઠાકોર સમાજ સાથે અન્યાય ચલાવી ન શકાય. તેમજ અન્યાય સામે બોલવું જ પડે, ઠાકોર સમાજને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઇએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
