AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat Regional Conference : ગુજરાત ‘ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર’ બન્યું છે: ભૂપેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાયો છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની 10મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2003માં જે ઉત્પાદન હતું એ આજે 22 લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન 1.50 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ 1.40 લાખથી વધીને 27 લાખ સુધી પહોંચી છે.

Vibrant Gujarat Regional Conference : ગુજરાત 'ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર' બન્યું છે: ભૂપેન્દ્ર પટેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2025 | 6:32 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે. વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટથી બનાવેલું ‘ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર’ ગુજરાત 68.9 બિલિયન ડોલર એફડીઆઈ તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાના યોગદાન સાથે દેશમાં અગ્રેસર છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ 2024માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના 72 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ગયા છે. વાઇબ્રન્ટ સમિટ થકી રાજ્યના એમએસએમઈને વેગ મળ્યો છે. 27 લાખ એમએસએમઈ કાર્યરત થયા છે. સીધો સૂર્યપ્રકાશ ધરાવતી ઉત્તર ગુજરાતની ભૂમિના સોલાર એનર્જી પોટેન્શિયલને ચારણકા સોલર પાર્ક થકી વડાપ્રધાને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. માંડલ બેચરાજી SIRથી ગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બન્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ગુજરાત આંન્ત્રપ્રિન્યોરની ભૂમિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળમાં આગવા વિઝન થકી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમગ્ર દેશ માટે અનુકરણીય બની છે. આ વિરલ નેતૃત્વ આજે સમગ્ર વિશ્વને નવી દિશા અને માર્ગદર્શન આપી રહ્યું છે.

વૈષ્ણવે ગુજરાતના રેલવે નેટવર્કની વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લાં માત્ર 11 વર્ષમાં ગુજરાતમાં 2764 કિમીના નવા રેલવે ટ્રેક બન્યા છે, જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્કથી પણ વધારે છે. આ સમયગાળામાં રાજ્યમાં રૂ. 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ઑગસ્ટ, 2027 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય છે.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની 10મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2003માં જે ઉત્પાદન હતું એ આજે 22 લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન 1.50 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ 1.40 લાખથી વધીને 27 લાખ સુધી પહોંચી છે.

ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 41 ટકા છે. ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક પોલિસીઓનો મહત્તમ ફાળો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">