Mehsana : કમોસમી વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક, 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, જુઓ Video
ગુજરાતભરમાં કમોસમી વરસાદના વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત્ છે. ડેમની જળસપાટી હાલ 189.515 મીટર નોંધાઈ છે.
ગુજરાતભરમાં કમોસમી વરસાદના વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત્ છે. ડેમની જળસપાટી હાલ 189.515 મીટર નોંધાઈ છે. ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે છે. ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. મુખ્ય એક નંબરનો દરવાજો 0.85 ફૂટ સુધી ખોલાયો છે. ધરોઈ ડેમમાંથી જમણી મુખ્ય નહેરમાં પાણી છોડાયું છે.
કમોસમી વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક
ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક થઈ છે. ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળસપાટી હાલ 189.515 મીટર નોંધાઈ છે. ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે છે. ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.
બીજી તરફ અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા,ધાવડીયા, ગીદરડીમાં વરસાદ વરસ્યો છે. તેમજ ભારે વરસાદ ખાબકતા તાતણીયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદીનાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ખેડૂતોનો તમામ મગફળી, કપાસ સહિત પાક બરબાદ થયો છે.
