Birthday Special: કંઈક આવું છે રજનીકાંતના જમાઈ ધનુષનું જીવન, ભાઈના કહેવાથી ફિલ્મ કરી, અફવાથી થઈ ગયા લગ્ન
Dhanush Birthday: રાંઝણા ફિલ્મથી દેશભરમાં ચમકનાર અભિનેતા ધનુષ આજે 28 જુલાઈએ પોતાનો જન્મદિન ઉજવી રહ્યા છે. ચાલો જાણીએ આ રજનીકાંતના જમાઈ વિશે.

માત્ર 19 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દેનાર ધનુષ આજે ખુબ પ્રખ્યાત છે. ધનુષ રજનીકાંતના જમાઈ પણ છે.

બોલીવૂડમાં પોતાના અભિનયનો ડંકો વગાડનાર ધનુષ 28 જુલાઈએ પોતાનો 38 મો જન્મદિન ઉજવી રહ્યા છે. ધનુષ એટલા સારા અભિનેતા છે કે તેમને અભિનય માટે 2 નેશનલ અવોર્ડ મળી ચૂકેલા છે.

ધનુશે ફિલ્મ રાંઝણાથી બોલીવૂડમાં એન્ટ્રી કરી. આ બાદ હોલીવૂડમાં પણ તેમને 'બેરેનાઈસ બેજો' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ધનુષ સાઉથ ફિલ્મ જગતમાં ખુબ મોટી હીટ ફિલ્મો આપી ચૂક્યા છે. ચાલો આજે તેમની ફિલ્મ વિશે નહીં પરંતુ તેમના અંગત જીવન વિશે જાણીએ.

ધનુષના પિતા તમિલ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા હતા. તેમના પિતાનું નામ હતું કસ્તુરી રાજા. તેમના ભાઈ સેલ્વરાઘન પણ દિગ્દર્શક છે. ધનુષની ઈચ્છા ના હોવા છતાં તેમના ભાઈના દબાણ હેઠળ તેઓએ અભિનયમાં ઝંપલાવ્યું.

2002 માં આવેલી સાઉથ ફિલ્મ 'થુલ્લુવધો ઈલમઈ'થી ધનુષે ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી. આજે ધનુષને ભારત જ નહીં વિશ્વ ઓળખે છે.

જ્યારે ધનુષ 21 વર્ષના હતા ત્યારે તેમણે સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે 2004 માં લગ્ન કર્યા. બંનેને બે સંતાન પણ છે. ધનુષ અને ઐશ્વર્યાના રિલેશનશિપને લઈને ઘણી અફવાઓ ઉઠી હતી. આ અફવાઓનો અંત લાવવા માટે બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા. બંને તેમના સંબંધોમાં ખૂબ ખુશ છે.

ઘનુષ એક સોંગને લઈને ખુબ ફેમસ થયા હતા. લોકોને એ સોંગ આજે પણ યાદ હશે. એ સોંગ હતું 'Why This Kolaveri Di'. આ ગીતને YouTube ગોલ્ડન અવોર્ડ પણ મળ્યો છે.