રામ ચરણને કહ્યું ‘ઈડલી’, ફેન્સ થયા ગુસ્સે, સુપરસ્ટારનું શાહરૂખ ખાને કર્યું અપમાન?
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો હતો અને લોકો તરફથી ઘણી તાળીઓ મેળવી હતી. પરંતુ બોલિવુડ સુપરસ્ટારનું શું ખરાબ થઈ ગયું કે આ ઘટના પછી ફેન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ મામલો સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે જોડાયેલો છે.
Anant Ambani Pre-Wedding Event: અનંત અંબાણી પ્રી-વેડિંગ સેરેમની ત્રણ દિવસ સુધી ચાલી હતી અને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ સમય દરમિયાન, દુનિયાભરમાંથી ઘણી પ્રખ્યાત હસ્તીઓ આ ઈવેન્ટનો ભાગ બની હતી. આ પ્રી ઈવેન્ટમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. લાંબા સમય બાદ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રામ ચરણને પણ બોલાવવામાં આવ્યા હતા. એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ચારેય સુપરસ્ટાર જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે જેના પર લોકો શાહરૂખ ખાનની ટીકા કરી રહ્યા છે.
આ દરમિયાન શાહરૂખ ખાન જ્યારે રામ ચરણને સ્ટેજ પર બોલાવે છે, ત્યારે તે તેને કેટલાક નામ લઈને સંબોધે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાંભળી શકાય છે કે તે રામ ચરણને ખૂબ જ ઉત્સાહથી બોલાવી રહ્યો છે પરંતુ તેને ઈડલી જેવા નામથી સંબોધી રહ્યો છે. બસ આ કારણે તેના ફેન્સ ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. જ્યાં એક તરફ કેટલાક લોકો શાહરૂખ ખાનને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો એવા છે જે શાહરૂખ ખાનને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ આ મામલે રામ ચરણના મેકઅપ આર્ટિસ્ટે પણ મોટું સ્ટેન્ડ લીધું છે અને શાહરૂખ ખાનના આ નિવેદન પર લાંબું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
Shahrukh Khan is being insensitive by referring to Ram Charan as “idli,” which could be perceived as a racial stereotype against South Indians. SHAME ON YOU @iamsrk#RamCharan pic.twitter.com/kUFRd6fTUj
— YoungTiger | Fan Account | (@Sallu_Stann) March 4, 2024
રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હાસને ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખના નિવેદન પર પોતાની ભાવના વ્યક્ત કરી અને એક મોટું નિવેદન શેર કર્યું. તેણે લખ્યું છે કે ‘હું શાહરૂખની મોટી ફેન છું. પરંતુ તેને જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યા તે મને ગમ્યું નહીં. ઈડલી વડા, રામ ચરણ તું ક્યાં છે? આ સાંભળતા જ હું ત્યાંથી નીકળી ગઈ. રામ ચરણ જેવા સ્ટાર માટે આ ખૂબ જ રિસપેક્ટફુલ હતું. તમને જણાવી દઈએ કે આ સિવાય મેકઅપ આર્ટિસ્ટે પણ કહ્યું હતું કે તે અજીબ છે કે તે સાઉથનો હોવાથી લોકો તેને ઓછો આંકે છે. તેમની સરખામણીમાં દિલ્હી અને મુંબઈના લોકોને વધુ મહત્વ આપવામાં આવે છે.
ફેન્સ પણ આપી રહ્યા છે પ્રતિક્રિયા
માત્ર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે સલમાન ખાન આવો નથી. તેને હંમેશા સાઉથના સ્ટાર્સને સપોર્ટ કર્યો છે. પરંતુ શાહરૂખ સાથે આવું નથી. અન્ય એક યુઝરે લખ્યું છે કે જો રામ ચરણે શાહરૂખને આ રીતે સ્ટેજ પર બોલાવ્યો હોત તો તેને કેવું લાગ્યું હોત? એસઆરકેએ પણ આ વિશે વિચારવું જોઈએ. આ સિવાય અનેય યુઝર પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી અમીર ફીમેલ સિંગર છે રિહાના, કિંમતના આંકડા પણ કેલ્ક્યુલેટરમાં નહીં આવે!
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો